ધોરણ 8 ગુજરાતી પાઠ 2 'સાઇકલ-સવારીની ખાટીમીઠી' - સંપૂર્ણ સ્વાધ્યાય અને એકમ કસોટી
ભાગ ૨: સ્વાધ્યાય, ભાષા-સજ્જતા અને એકમ કસોટી
પાઠ ૨: સાઇકલ-સવારીની ખાટીમીઠી
પ્રસ્તુતિ: દિપક ચૌધરી | પ્લેટફોર્મ: Exam Guru
📚 શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય સોલ્યુશન
(સ્માર્ટ બોર્ડ પર વિભાગ ખોલવા માટે તેના પર ક્લિક કરો અને જવાબ જોવા બટન દબાવો)
- આશ્ચર્યમુગ્ધ (આશ્ચર્યથી મોહ પામેલું): જાદુગરનો ખેલ જોઈને બધાં બાળકો આશ્ચર્યમુગ્ધ થઈ ગયાં.
- પૃથ્વી પ્રદક્ષિણા (પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે): ગણેશજીએ માતા-પિતાની ફરતે ફરીને પૃથ્વી પ્રદક્ષિણા પૂરી કરી.
- સમવયસ્ક (સમાન વય ધરાવતા): હું અને મારો પાડોશી મિત્ર સમવયસ્ક છીએ.
- અતિશયોક્તિ (વધારીને બોલવું તે): રાજાના વખાણમાં કવિઓએ ઘણી અતિશયોક્તિ કરી હતી.
- બટુક (નાનાં બાળકો/ઠીંગણો માણસ): આશ્રમમાં નાના બટુકો વેદમંત્રોનું ઉચ્ચારણ કરતા હતા.
- હાણ (હાનિ, નુકસાન): વેપારમાં મોટી હાણ જવાથી શેઠ દુઃખી થઈ ગયા.
- આરોહણ (સવારી કરવી તે/ચડવું): સૈનિકોએ ધીમે ધીમે પર્વત પર આરોહણ કર્યું.
- હઠાગ્રહ (હઠ પૂર્વકનો આગ્રહ): બાળકે રમકડું લેવા માટે દુકાનદાર સામે હઠાગ્રહ કર્યો.
- ઘરગથ્થુ (જેની ઉત્પત્તિ/વપરાશ ઘરમાં જ હોય તેવું): શરદી-ખાંસીમાં દાદીમાના ઘરગથ્થુ ઉપચારો ખૂબ કામ આવે છે.
- પ્રબળ (અત્યંત મજબૂત): તેની જીતવાની ઈચ્છા ખૂબ જ પ્રબળ હતી.
- ખળું કરવાની જગા - ખળાવાડ
- રોમાંચ પમાડે તેવું - રોમાંચક
- જમીન ઉપર સૂવું તે - ભૂમિશયન
- ગણનામાં ન લેવા જેવું - નગણ્ય
- લોખંડને આકર્ષવાના ગુણવાળું દ્રવ્ય - લોહચુંબક
- જેનું મૂલ્ય રૂપિયાના સોળમા ભાગ જેવું છે તે - આનો
- છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર - તગારું
- વાંકું પડવું (માઠું લાગવું, વાંધો પડવો):
પાઠનું વાક્ય: સાઇકલનું અંગ ઘવાયેલું હોવાથી ચલાવતી વખતે વાતવાતમાં એને વાંકું પડે.
નવું વાક્ય: સ્વભાવ કડક હોવાથી રમેશભાઈને કોઈની પણ સાથે વાંકું પડે છે. - દગો દેવો (વિશ્વાસઘાત કરવો, છળકપટ કરવું):
પાઠનું વાક્ય: નાની ઘંટડી સતત વાગતી હોય, સાઈકલ ક્યારેક દગો દઈ દે.
નવું વાક્ય: મુશ્કેલીના સમયે ખરા મિત્રો ક્યારેય દગો દેતા નથી. - ફિલ્મ ઉતારવી (ફજેતી થવી, મજાક ઉડાવવી):
પાઠનું વાક્ય: બજાર વચ્ચે પડીએ અને ચોરે બેઠેલા ફિલમ ઉતારે તે કાઠું લાગતું.
નવું વાક્ય: સ્ટેજ પરથી પડી જતા લોકોએ મારી ફિલ્મ ઉતારી લીધી. - બાપડું થઈ જવું (ગરીબડું કે રાંક થઈ જવું):
પાઠનું વાક્ય: કાંટો ઘૂસવાથી ટાયરમાં પંચર પડતા સાઇકલ બાપડી થઈ જાય.
નવું વાક્ય: શિક્ષકે ગુસ્સો કરતા તોફાની વિદ્યાર્થી એકદમ બાપડો થઈ ગયો. - વટ પાડવો (રોફ જમાવવો):
પાઠનું વાક્ય: જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું.
નવું વાક્ય: લગ્નમાં નવાં કપડાં પહેરીને સુરેશે ખૂબ વટ પાડ્યો. - ભરી પીવું (ન ગાંઠવું, ન ગણવું, સહન કરવાની તૈયારી):
પાઠનું વાક્ય: પથ્થર, ખાડા, ધૂળની મૂંઝવણ ખરી, પરંતુ જોખમને ભરી પીવાની બેસનારની તૈયારી હોય.
નવું વાક્ય: ભારતીય સૈનિકો દુશ્મનોના કોઈ પણ હુમલાને ભરી પીવા માટે તૈયાર હોય છે.
- તમે સાઇકલ ચલાવતા કેવી રીતે શીખ્યા? (વિદ્યાર્થીઓ પોતાના અનુભવ કહેશે. દા.ત., પિતાજીએ પાછળથી પકડીને બેલેન્સ કરતા શીખવ્યું.)
- પંચર પડે તો શું કરશો? પંચર પડે તો સાઇકલ દોરીને પંચરની દુકાને લઈ જઈશ અથવા જો પંચર કીટ હોય તો જાતે રિપેર કરવાનો પ્રયત્ન કરીશ.
- બ્રેક ન લાગે તો? બંને પગ જમીન પર ઘસીને અથવા સાઇકલને ધીમેથી ક્યાંક સુરક્ષિત જગ્યાએ વાળીને ઉભી રાખીશ.
સ્વાધ્યાય પ્રશ્ન ૭: પ્રશ્નોના સવિસ્તર જવાબ
- લગોલગ - છેક પાસે, અડીને
- મનોમન - મનમાં ને મનમાં
- તસતસ - તસતસે એમ, તંગ
- ભારોભાર - પૂરેપૂરું, બરાબર વજન જેટલું
- બારોબાર - વગર પૂછયે કે કહ્યે કરવું, પરબારું
- અડોઅડ - એકદમ અડીને, લગોલગ
૨. હામ ➜ હિંમત
૩. ધફફો ➜ માટીનો ઢગલો
૪. ભેત ➜ દીવાલ (ભીંત)
૫. પંચર ➜ ટાયર-ટ્યૂબમાં કાણું પડવું
૬. તગારું ➜ છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર
૨. સાઈકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે, એટલે... ➜ સાઈકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે.
૩. આખરે સાઈકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે, એટલે... ➜ છેવટે સાઇકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધીએ.
૪. સાઈકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે, એટલે... ➜ સાઈકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે.
૫. સાઈકલની આડોડાઈ પણ જેવી તેવી નહીં, એટલે... ➜ સાઇકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે.
| પરિસ્થિતિ | લેખકનો અનુભવ | તમારો અનુભવ (ઉદાહરણ) |
|---|---|---|
| સાઈકલના દાંડિયા પર બેસવું. | લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ નહોતું. | હું આગળ નાની સીટ વાળી સાઇકલ ચલાવતો તેથી મને વાગતું નહોતું. |
| સાઇકલ ઢાળમાં દોડતી. | ઢાળમાં દોડતી ત્યારે લેખકને પેટમાં શેરડા પડી જતા. | ઢાળમાં સાઇકલ દોડતી ત્યારે મને ડર લાગતો અને હું તરત બ્રેક મારતો. |
| ચેઈન ઉતરી જવી. | લેખકના હાથ-કપડાં ગ્રીસવાળાં થઈ જતાં. | ચેઈન ઉતરે ત્યારે મારા પિતાજી તેને ચડાવી આપતા. |
| ટાયરમાં પંક્ચર પડવું. | ડબલ પંચર નીકળે તો પૈસા આપવા કઠતા. | પંચર પડે ત્યારે હું સાઇકલ દોરીને દુકાને પહોંચાડતો. |
| હાથપગ છોલાઈ જવું. | ધૂળ લગાવીને લોહી બંધ કરી દેતા. ઘરનો ઠપકો મળતો. | ઘરે મમ્મી ડેટોલ લગાવીને પાટો બાંધી દેતા અને બે દિવસ સાઇકલ ન આપતા. |
પણ ધીમે ધીમે તે બાળક મોટો થયો. હું તેના નાના ભાઈના હાથમાં આવી જે ખૂબ તોફાની હતો. તે મને ખરાબ રસ્તા પર બેફામ ચલાવતો. ખાડાઓમાં પડવાને કારણે મારા ભાગો તૂટવા લાગ્યા. મારી ચેઇન ઉતરવા લાગી અને વારંવાર પંચર પડવા લાગ્યું. અનેક વખત મારું રિપેરિંગ થયું, છતાં હું સાવ ખખડધજ થઈ ગઈ. આખરે ઘરના લોકોએ મને ભંગારવાળાને વેચી દીધી. આજે હું ભંગારના ગોડાઉનમાં પડી છું અને મારા એ સોનેરી દિવસોને યાદ કરીને સમય પસાર કરું છું."
બાળકોની હું પ્યારી સવારી, ટ્રીન-ટ્રીન ઘંટડી વાગતી.
હૅન્ડલ મારું વાંકુ-ચૂંકુ, પેડલ મારતાં હું ભાગતી;
બોલો ભાઈ હું કોણ છું? ➜ (સાઇકલ)
સ્વર (Vowels):
મુખમાંથી પસાર થતો અવાજ (ધ્વનિ) મુખના કોઈ ભાગમાં અવરોધ પામ્યા સિવાય સીધો બહાર આવે ત્યારે તેને સ્વર કહેવાય છે. દા.ત. અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ (અગિયાર સ્વરો).
વ્યંજન (Consonants):
મુખ કે નાકમાંથી પસાર થતો અવાજ (ધ્વનિ) મુખના કોઈ ને કોઈ ભાગમાં અવરોધ પામીને બહાર આવે ત્યારે તેને વ્યંજન કહેવાય છે. દા.ત. ક, ખ, ગ, ઘ... થી હ, ળ સુધી.
ધ્વનિના પ્રકારો:
- અઘોષ ધ્વનિ: ગળામાં આવેલા નાદતંત્રી અલ્પ (ઓછી) માત્રામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે. દા.ત. ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ.
- ઘોષ ધ્વનિ: નાદતંત્રી કંપે ને જે રણકા જેવો ધ્વનિ ઉત્પન્ન થાય તે. દા.ત. ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ, બ, ભ.
- અનુનાસિક ધ્વનિ: જે ધ્વનિનું ઉચ્ચારણ મુખ અને નાસિકા (નાક) દ્વારા થાય તેને અનુનાસિક ધ્વનિ કહે છે. દા.ત. ઙ, ઞ, ણ, ન, મ.
ઉચ્ચારણ સ્થાન આધારિત વ્યંજનો:
| ઉચ્ચારણ સ્થાન | સમજૂતી (હવા ક્યાં રોકાય છે?) | અલ્પપ્રાણ (અઘોષ) | મહાપ્રાણ (અઘોષ) | અલ્પપ્રાણ (ઘોષ) | મહાપ્રાણ (ઘોષ) | અનુનાસિક |
|---|---|---|---|---|---|---|
| કંઠ્ય | જીભનો પાછળનો ભાગ કંઠ (ગળા) પાસે જઈને | ક | ખ | ગ | ઘ | ઙ |
| તાલવ્ય | જીભનો મધ્ય ભાગ તાળવા પાસે જઈને | ચ | છ | જ | ઝ | ઞ |
| મૂર્ધન્ય | જીભનો આગળનો ભાગ મૂર્ધા (તાળવા-દાંતની વચ્ચે) અડીને | ટ | ઠ | ડ | ઢ | ણ |
| દંત્ય | જીભનો આગળનો ભાગ ઉપરના દાંતને સ્પર્શ કરીને | ત | થ | દ | ધ | ન |
| ઓષ્ઠ્ય | બંને હોઠ એકબીજાને સ્પર્શ કરીને | પ | ફ | બ | ભ | મ |
(નોંધ: સ્વર અને વ્યંજન જોડાઈને શબ્દ બને છે. દા.ત. હ્ + અ + ર્ + ઇ = હરિ)
(આ કસોટી નીચે મુજબની ૫ અધ્યયન નિષ્પત્તિઓ પર આધારિત છે)
- લેખકને સાઇકલ પર બેસવાનું પહેલ-વહેલું સ્મરણ કોની સાથે જોડાયેલું છે?
- બાળકો મનોમન હનુમાનદાદાને શી ભલામણ કરતા હતા?
- પંચર પડેલી સાઇકલ જોઈને દુકાનદાર (સાઇકલવાળો) કેવી રીતે પંચર શોધતો?
- રસ્તા વચ્ચે પડેલા પથ્થરને લેખકે કોની સાથે સરખાવ્યો છે અને કેમ?
- નાની સાઇકલ ભાડે લાવવા માટે બાળકો શું કરતા?
- (અ) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: (૧) જમીન ઉપર સૂવું તે (૨) રોમાંચ પમાડે તેવું
- (બ) નીચેના શબ્દોના અર્થ આપો: (૧) હામ (૨) સમવયસ્ક
- (ક) સાચો અર્થ શોધો: 'તગારું' એટલે શું?
- દગો દેવો
- ફિલ્મ ઉતારવી
- વટ પાડવો
- બાપડું થઈ જવું
- ભરી પીવું
- જે ધ્વનિના ઉચ્ચારણમાં કોઈ પણ અવરોધ ન આવે તેને શું કહેવાય?
- 'પ, ફ, બ, ભ, મ' વ્યંજનોનું ઉચ્ચારણ સ્થાન કયું છે?
- કોઈપણ બે અનુનાસિક ધ્વનિ (વ્યંજન) ના ઉદાહરણ આપો.
- જે ધ્વનિના ઉચ્ચારણમાં નાદતંત્રી કંપે અને રણકાર થાય તેને કેવો ધ્વનિ કહેવાય?
- નીચેનામાંથી 'કંઠ્ય' વ્યંજન ઓળખો: (ચ, ટ, ક, પ)
- ગામડાના કાચા રસ્તા પર સાઈકલ ચલાવતી વખતે લેખકને પડેલી અડચણો વર્ણવો.
- "બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં ગાઢ પણે છપાય છે." આ વિધાનને પાઠના આધારે સમજાવો.
✅ કસોટી સોલ્યુશન / ઉત્તરવહી
પ્રશ્ન ૧ ના જવાબો:
- લેખકને સાઇકલ પર બેસવાનું પહેલ-વહેલું સ્મરણ તેમના કેશુમામા સાથે જોડાયેલું છે.
- ભાડે લીધેલી સાઇકલમાં પોતાનો વારો જલદી આવે તે માટે બાળકો હનુમાનદાદાને મનોમન ભલામણ કરતા કે ઘડિયાળનો કાંટો જલદી આગળ વધે.
- દુકાનદાર ટ્યુબમાં હવા ભરીને તેને પાણી ભરેલા તગારામાં બોળતો અને જ્યાં 'બડબડિયાં' થાય ત્યાંથી પંચર શોધતો.
- પથ્થરને 'લોહચુંબક' સાથે સરખાવ્યો છે કારણ કે સાઇકલ બચાવવા છતાં પૈડું પથ્થર તરફ જ ખેંચાતું હતું.
- નાની સાઇકલ ભાડે લાવવા માટે બે-ત્રણ બાળકો ભેગા થઈને એક-એક પૈસો કાઢીને અડધો આનો ભેગો કરતા અને વારા કાઢતા.
પ્રશ્ન ૨ ના જવાબો:
- (અ) શબ્દસમૂહ: (૧) ભૂમિશયન (૨) રોમાંચક
- (બ) અર્થ: (૧) હામ = હિંમત (૨) સમવયસ્ક = સમાન ઉંમરના
- (ક) તગારું = છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર.
પ્રશ્ન ૩ ના જવાબો (રૂઢિપ્રયોગ):
- દગો દેવો (વિશ્વાસઘાત કરવો): સ્વાર્થી માણસો હંમેશા અંતે દગો દે છે.
- ફિલ્મ ઉતારવી (ફજેતી થવી/મજાક ઉડાવવી): હું સ્ટેજ પરથી પડ્યો ત્યારે બધા મિત્રોએ મારી ફિલ્મ ઉતારી.
- વટ પાડવો (રોફ જમાવવો): નવી કાર લઈને રમેશે સોસાયટીમાં વટ પાડ્યો.
- બાપડું થઈ જવું (ગરીબડું/લાચાર થઈ જવું): પોલીસને જોતા જ ચોર એકદમ બાપડો થઈ ગયો.
- ભરી પીવું (સહન કરવું/ન ગાંઠવું): મુશ્કેલ પરિસ્થિતિને પણ ભરી પીવાની હિંમત આપણામાં હોવી જોઈએ.
પ્રશ્ન ૪ ના જવાબો (ભાષા સજ્જતા):
- જે ધ્વનિના ઉચ્ચારણમાં અવરોધ ન આવે તેને સ્વર કહેવાય.
- પ, ફ, બ, ભ, મ નું ઉચ્ચારણ સ્થાન ઓષ્ઠ્ય (હોઠ) છે.
- કોઈપણ બે અનુનાસિક ધ્વનિ: ન, મ (અથવા ઙ, ઞ, ણ).
- નાદતંત્રી કંપે તેને ઘોષ ધ્વનિ કહેવાય.
- આપેલ વિકલ્પોમાંથી 'કંઠ્ય' વ્યંજન 'ક' છે.
પ્રશ્ન ૫ નો જવાબ (મુદ્દાસર):
૧. કાચા રસ્તાની અડચણો: ગામડાના રસ્તા કાચા અને ધૂળિયા હતા. સાઇકલ ધૂળમાં ફસાઈ જતી અને હૅન્ડલ કાબૂમાં ન રહેતું. ખાડાઓ સાઇકલને ઉછાળીને બાળકોને જમીન પર પછાડતા. રસ્તામાં રહેલા પથ્થરો સાથે અથડાઈને સાઇકલ વાંકી થઈ જતી. ધૂળમાં છુપાયેલા કાંટાઓ ટાયરમાં ઘૂસી જતા અને વારંવાર પંચર પડતું. સામેથી ભેંસ આવે તો સાઇકલ ભીંત સાથે ભટકાઈ જતી અને હાથ-પગ છોલાઈ જતા હતા.
અથવા
૨. બાળપણનો પહેલો અનુભવ: બાળપણમાં જે વસ્તુ આપણે પહેલીવાર કરીએ છીએ તેનો આનંદ અનોખો હોય છે. લેખક જ્યારે પહેલીવાર સાઇકલ પર બેઠા, તેને સ્પર્શ કર્યો અને જાતે ચલાવતા શીખ્યા, ત્યારે પડવા-આખડવા છતાં તેમને અત્યંત રોમાંચ થયો. મોટી ઉંમરે સાઇકલ ચલાવવી એ સામાન્ય ઘટના લાગે, પરંતુ બાળપણમાં તે પરાક્રમ લાગતું. આવા નિર્દોષ અને ઉત્સાહભર્યા પહેલા અનુભવો આપણા મનમાં હંમેશા માટે છપાઈ જાય છે અને બાળપણને યાદગાર (મહિમામય) બનાવે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો