ધોરણ ૭ ગુજરાતી પાઠ ૬: અવિરામ યુદ્ધ (વાર્તા) - સ્માર્ટ ક્લાસ આયોજન
પાઠ ૬: અવિરામ યુદ્ધ (વાર્તા)
ધોરણ ૭ | વિષય: ગુજરાતી (પલાશ) | લેખક: ધૂમકેતુ
🎯 અધ્યયન પદ્ધતિ અને પ્રયુક્તિઓ: કથન પદ્ધતિ, દૃશ્ય-વર્ણન પ્રયુક્તિ, ભાવાત્મક રજૂઆત (નાટ્યાત્મકતા) અને માઇક્રો-ટીચિંગ દ્વારા સમજ ચકાસણી.
ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’નો જન્મ રાજકોટ જિલ્લાના વીરપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવર્ધનરામ હતું. તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે. તેમની વાર્તાઓ 'તણખા મંડળ'માં સમાયેલી છે. તેમણે ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ, પ્રવાસવર્ણન અને આત્મકથા જેવાં સાહિત્યસ્વરૂપો ખેડ્યાં છે.
‘અવિરામ યુદ્ધ’ મનુષ્યના જીવનસંઘર્ષની કથા છે એમ કહી શકાય. પોતાની માતા પાસે ઊભા રહીને રાહ જોતા પુત્રના દરિયાખેડુ પિતા પાછા ફરતા નથી. મા– દીકરો હૈયાફાટ રુદન કરે છે, આ દૃશ્ય લેખકની નજર આગળથી ખસતું નથી, પરંતુ એકાદ વર્ષ પછી એ જ છોકરાને દરિયો ખેડવા તૈયાર થયેલો જોઈને લેખક અચરજ પામીને એને એ અંગે સવાલ કરે છે, ત્યારે એ છોકરો જે જવાબ આપે છે તે આ વાર્તાનો મહત્ત્વનો મુદ્દો છે. અંતે લેખકે પોતાની જાતને પૂછેલા બે પ્રશ્નો ‘શું શ્રમભરેલું જીવન અને રણમેદાન જ નિર્ભયતા આપતાં હશે ? અને નિર્ભયતાથી જ ચારિત્ર્ય ઘડાતું હશે ?' એનો એકાક્ષરી ઉત્તર હા માં જ મળે છે.

માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- લેખક ગૌરીશંકર જોશીનું ઉપનામ શું છે? જવાબ: ધૂમકેતુ.
- ધૂમકેતુનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: રાજકોટ જિલ્લાના વીરપુરમાં.
- તેમની ટૂંકી વાર્તાઓ કયા સંગ્રહમાં સમાયેલી છે? જવાબ: 'તણખા મંડળ'માં.
- આ વાર્તા શેની કથા છે? જવાબ: મનુષ્યના અવિરત જીવનસંઘર્ષની અને નિર્ભયતાની.
- લેખકના મતે નિર્ભયતાથી શેનું ઘડતર થાય છે? જવાબ: ચારિત્ર્યનું ઘડતર થાય છે.
LO 2.1 હેતુ અનુસાર વિગતો તારવે છે.
દરિયો કેટલો તોફાની હતો એ બરાબર યાદ છે. મેલાં ડહોળાં પાણીનાં ડુંગરડુંગર જેવડાં મોજાં ઉપરાઉપરી ચાલ્યાં આવતાં હતાં અને ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતાં હતાં. એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ઊંડી ખો હતી, એમાં પાણી ધસારાબંધ ચાલ્યું જતું અને એક ક્ષણમાં તોપ જેવો અવાજ કરીને પાછું નીકળી, સામેના ખડક સાથે પછડાઈ ઊંચે ઊડી, રજકણ જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું.
રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. મોજાં ઊછળીઊછળીને ખડકમાં પછડાઈને મોટા “ધૂબ" અવાજ સાથે ધસારાબંધ પાછાં દોડતાં હતાં. સાંજની ધૂસર જામતી આવતી હતી, અને દેવદાનવના યુદ્ધ જેવો દરિયાનાં પ્રચંડ મોજાંનો અવાજ અંધકારને લીધે વધારે ને વધારે ભયંકર બનતો હતો.

સમજૂતી: લેખક સમુદ્રમાં આવેલા ભયાનક તોફાનનું આબેહૂબ વર્ણન કરે છે. દરિયાનાં મોજાં ડુંગર જેટલાં ઊંચા હતાં અને ખડકો સાથે અથડાઈને પાણીનો ભૂક્કો (લોટ) થઈ જતો હતો. ખડકની બખોલમાંથી પાણી તોપ ગોળાની જેમ અવાજ કરતું બહાર આવતું હતું. પવનનો અવાજ રાક્ષસની ચીસો જેવો ડરામણો હતો. સાંજનો સમય અને અંધારું થવાથી એ દૃશ્ય દેવ-દાનવના યુદ્ધ જેવું ભયાનક લાગતું હતું.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- દરિયાનાં મેલાં ડહોળાં મોજાં કેવડાં હતાં? જવાબ: ડુંગર-ડુંગર જેવડાં.
- ખડકમાં પછડાઈને પાણીનું શું થઈ જતું હોય તેવું લાગતું? જવાબ: જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેવું.
- પવનના સુસવાટા કોની ચીસો જેવા લાગતા હતા? જવાબ: રાક્ષસની ચીસો જેવા.
- દરિયાનાં મોજાંનો અવાજ કોના યુદ્ધ જેવો હતો? જવાબ: દેવ-દાનવના યુદ્ધ જેવો.
- 'ખો' શબ્દનો અર્થ શું થાય? જવાબ: ખડકની ઊંડી બખોલ કે કોતર.
LO 4.6 સૌંદર્યલક્ષી દૃશ્યાત્મક સામગ્રીનું વર્ણન કરે છે.
એવી સાંજે દરિયાકિનારે માત્ર એક જ સ્ત્રી પોતાના છોકરા સાથે ઊભી હતી. હંમેશાં દરિયાકિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી કે દરિયો આટલા-વામાં બહુ તોફાની ગણાય છે. માછીમારના કુટુંબનાં માણસો ટોળેટોળાં મળીને દરિયાપાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતાં ઊભાં રહે છે તે સ્થળ અહીંથી ઘણું દૂર હતું.
સહજ જ મારાં પગલાં એમના તરફ વળ્યાં. મને જોતાં છતાં દેખતાં ન હોય તેમ બંને મીટ માંડીને દરિયા તરફ જ જોઈ રહ્યાં હતાં. છોકરો ખુશીમાં આવીને ઊંચો ઊછળ્યો અને 'આવી! આવી!'— કહીને કૂદવા લાગ્યો. મેં દરિયા ઉપર દૃષ્ટિ કરી તો દૂરદૂર ઝાંખા અંધકારમાં એ નાની સરખી હોડકી હિમાલય જેવડાં મોજાં ઉપર ચડીને નીચે પછડાતી ને પવનના ઝપાટાથી હાલકડોલક થતી નજરે ચડી.
જેવો આનંદ આવ્યો તેવો જ ગયો હોય તેમ મા-દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકીટશે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નીરખી રહ્યાં અને બીજી ક્ષણે તો જેમ તીર જાય તેમ છોકરો બૂમાબૂમ કરતો હંમેશ ઊતરવાના કિનારા તરફ દોડ્યો.

સમજૂતી: આવા ખતરનાક તોફાનમાં દરિયાકિનારે એક સ્ત્રી પોતાના નાના છોકરા સાથે દરિયામાં ગયેલા પોતાના પતિની રાહ જોઈ રહી હતી. અચાનક છોકરાએ અંધકારમાં પોતાની નાની હોડી જોઈ અને ખુશીથી કૂદી પડ્યો. પણ હોડી હિમાલય જેવડાં મોજાં વચ્ચે હાલકડોલક થતી જોઈને તેઓ ચિંતાતુર થઈ ગયા. ભયાનક સ્થિતિ જોઈ છોકરો મદદ માટે લોકો તરફ દોડ્યો.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- દરિયાકિનારે તોફાન વચ્ચે કોણ ઊભું હતું? જવાબ: એક સ્ત્રી અને તેનો છોકરો.
- બંને મીટ માંડીને ક્યાં જોઈ રહ્યા હતા? જવાબ: દરિયા તરફ.
- છોકરો ખુશીમાં આવીને કેમ કૂદવા લાગ્યો? જવાબ: તેણે પોતાના પિતાની હોડકી આવતી જોઈ એટલે.
- નાની હોડકી કોની સાથે યુદ્ધ કરી રહી હતી? જવાબ: હિમાલય જેવડાં મોજાં અને તોફાની પવન (કુદરત) સાથે.
- બીજી ક્ષણે છોકરો શા માટે દોડ્યો? જવાબ: હોડીને ભયમાં જોઈને બૂમાબૂમ કરી મદદ બોલાવવા કિનારા તરફ દોડ્યો.
LO 3.3 વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
ત્યાં માણસોની ઠઠ જામી હતી. હોડી એટલી દૂર હતી, પવનનો ઝપાટો એટલો આકરો હતો, દરિયાનો વેગ એટલો ભયંકર હતો, સુસવાટા એવા ભયાનક હતા કે ભેગા મળેલામાંથી કોઈ પણ પેલી હોડીની મદદે જવા તૈયાર નહોતું. છોકરો બૂમાબૂમ કરતો એ ટોળામાં પહોંચ્યો. પવનનો એકેએક સપાટો હોડીને ઊંધી વાળીને હિમાલયના ડુંગર ઉપરથી જાણે નીચે ફેંકતો હોય તેમ હોડીને અફાળી રહ્યો હતો. માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. આખા ટોળાને ‘આવી જાઓ!' – એમ આહ્વાન કરતો હોય તેમ દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો.
આ રુદ્ર રૂપ હવે ક્યાં અટકશે એ કહેવું જ મુશ્કેલ હતું. હોડી અને માણસ પરાજય ઉપર પરાજય સહી રહ્યાં હતાં. પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પરંપરા ચાલી હતી. સુસવાટા કરતા, જાણે રાક્ષસ ગર્જના કરતો હોય એવા ભયંકર અવાજે, આકાશપાતાળ વીંધી નાખતા પવનના એક ઝપાટે હોડીને અને માણસને જુદાં કરી નાખ્યાં અને જાણે આ કૃત્યની જ રાહ જોતું હોય તેમ એક પ્રચંડ મોજાએ બંનેને દૂરદૂર ફેંકી દીધાં: જીવનને અને જીવનના આધારને.
બધાં જાણે સમજી ગયાં હોય કે દરિયો ભોગ લેશે જ તેમ તદ્દન શાંત બની ગયાં : બળતે હૃદયે, લાચાર મનોદશાએ તુમુલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યાં. મનુષ્ય થાક્યો હતો, એનો બધો પ્રયત્ન વ્યર્થ જતો હતો. હવે ડૂબવું છે, તો છેવટે કાંઠા તરફ જોઈને જ ડૂબવું એટલો જ આશાતંતુ બાઝી રહ્યો.
મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો, ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા, પેલાં માદીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો વધારે ને વધારે ભયંકર બનતો ગયો. એ કરુણ ભયંકર દૃશ્ય ઘણા દિવસ સુધી કાંઠા પર ને કાંઠા પર ભટકતું હોય તેમ જ્યારે જ્યારે હું ફરવા નીકળું ત્યારે નજર આગળ ખડું થઈ જતું.

સમજૂતી: કિનારે લોકોની ભીડ જમા થઈ પણ દરિયાનો વેગ એટલો ભયંકર હતો કે કોઈ મદદ કરવા જઈ શક્યું નહીં. પ્રકૃતિ સામે માણસની તાકાત હારી ગઈ. એક પ્રચંડ મોજાએ હોડી અને માછીમારને છૂટા પાડી દીધા અને માછીમાર દરિયામાં ડૂબી ગયો. મનુષ્ય હાર્યો અને દરિયો જીત્યો. પત્ની અને પુત્ર હૈયાફાટ રુદન કરવા લાગ્યા. આ કરુણ દૃશ્ય લેખકના મનમાં કાયમ માટે છપાઈ ગયું.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- ટોળામાંથી કોઈ હોડીની મદદે જવા કેમ તૈયાર નહોતું? જવાબ: કારણ કે દરિયાનો વેગ અને પવન ભયાનક હતા.
- કોનું બળ થાક્યું હતું અને કોનું બળ વધતું હતું? જવાબ: માણસનું બળ થાક્યું હતું અને કુદરતનું બળ વધતું હતું.
- હોડીને અને માણસને કોણે જુદા કરી નાખ્યા? જવાબ: પવનના એક ઝપાટાએ અને પ્રચંડ મોજાએ.
- આ યુદ્ધમાં કોની હાર અને કોની જીત થઈ? જવાબ: મનુષ્ય હાર્યો અને દરિયો જીત્યો.
- મા-દીકરાનું આક્રંદ કોણ દાબી દેતું હતું? જવાબ: દરિયાનો પ્રચંડ અવાજ.
LO 7.5 પોતાના અનુભવો સાથે ભાવાત્મક ઘટનાનું અનુસંધાન કરે છે.
લગભગ એકાદ વર્ષ વહી ગયું હશે. એક સવારે વહેલો ફરવા નીકળ્યો. દરિયાકિનારે ભીનાશ જામી હતી. બધે આછી ધૂસર જેવું લાગતું હતું. એ રસ્તા પર થઈને પસાર થતાં અચાનક પેલા છોકરા પર દૃષ્ટિ પડી. તે દિવસે તેણે કરેલું આક્રંદ, મારેલા પછાડા ને દોડીદોડીને જાણે દરિયા વચ્ચેથી હડી કાઢીને બાપને મળવા જાઉં એવી એણે બતાવેલી ઘેલછા-બધાં દૃશ્યો નજર આગળ તરી આવ્યાં. તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત !
‘મને હડી કાઢવા દ્યો, હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હડી કાઢવા દ્યો-’ એ જ એની ધૂન હતી. “મારી પ્રચંડતાને પણ કુછ નહિ ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો’’ એ જોઈને કદાચ દરિયાને શરમ થઈ હશે! આજે એ પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હતો. એની મા પણ એની પાસે ઊભી હોય એમ લાગ્યું.
હું આગળ વધ્યો : “કેમ દોસ્ત! ઓળખાણ પડી કે?" તેણે મારી સામે જોયું, પણ મને ઓળખ્યો નહિ, એટલે પોતાના કામમાં મશગૂલ બની ગયો. 'આ તમે માછીમાર આવા કેવા ? હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજર સામે દેખાય છે. ત્યાં તો તું પાછો એ ને એ ધંધો લઈને બેઠો?”

સમજૂતી: લગભગ એક વર્ષ વીતી ગયું. લેખક દરિયાકિનારે ફરતા હતા ત્યારે તેમણે એ જ છોકરાને જોયો જેનો પિતા દરિયામાં ડૂબી ગયો હતો. લેખકને યાદ આવે છે કે તે દિવસે આ છોકરો પોતાના પિતાને બચાવવા દરિયામાં દોડવા મથતો હતો. આજે તે જ છોકરો દરિયામાં જવા માટે પોતાની હોડી તૈયાર કરી રહ્યો છે. લેખકને નવાઈ લાગે છે કે જે દરિયાએ એના બાપનો જીવ લીધો, તેમાં જ જવા એ પાછો તૈયાર થઈ ગયો છે!
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- ઘટનાને કેટલો સમય વીતી ગયો હતો? જવાબ: લગભગ એકાદ વર્ષ.
- લેખકને છોકરાને જોઈને કયું દૃશ્ય યાદ આવ્યું? જવાબ: તેનું આક્રંદ અને બાપને બચાવવા દરિયામાં દોડી જવાની ઘેલછા.
- તે દિવસે છોકરાની એક જ ધૂન કઈ હતી? જવાબ: 'મને હડી કાઢવા દ્યો, હું દોડીને મારા બાપને બચાવી લાવું.'
- આજે છોકરો દરિયાકિનારે શું કરી રહ્યો હતો? જવાબ: પોતાનું હોડકું દરિયામાં જવા તૈયાર કરી રહ્યો હતો.
- લેખકને કઈ વાતનું આશ્ચર્ય (નવાઈ) થયું? જવાબ: કે જે દરિયાએ તેના બાપનો ભોગ લીધો હતો, એ જ ધંધો લઈને તે ફરી બેઠો છે.
LO 2.2 વિગતો વચ્ચેનો સંબંધ નિશ્ચિત કરે છે.
તે ઘડી વાર બોલ્યો નહિ. પોતાના કામમાંથી નવરો થઈને મારી સામે ઊભો રહ્યો : “સાહેબ! ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નકર બીકના માર્યા બાપદાદાનો આ ધંધો છોડું તો તો મારું નાક વઢાઈ જાય !”
“પણ દરિયાનું તોફાન સાંભરે છે? તે દિવસ – ”
“અરે મારા સા'બ ! દરિયાને તોફાન કરતાં આવડે છે ને ભગવાનને બચાવતાં નથી આવડતું? મારો બાપ એ તોફાનોમાં મર્યો; મારા બાપનો બાપ પણ દરિયામાં જ મર્યો, અને મારું થવાનું હોય ઈ થાય. પણ બીકનો માર્યો દરિયામાંથી પાછો પડું, તો તો આ મારી મા જોઈ? એનું નામ જ લાજે ને?”
તે પોતાની મા સામે જોઈને હસ્યો અને ઝપાટાબંધ ચપળતાથી હોડકામાં ચડી બેઠો : “લ્યો રામ ! રામ! સાંજે ફરવા આવશો કે?" અને ગીત ગાતો ગાતો, જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ, તે આનંદભેર ચાલ્યો ગયો.
“માડી ! સાચવજે.” આટલું કહીને એની મા ઘર તરફ પાછી ફરી : “અમારો તો સા'બ ધંધો. એમ બીક રાખવી કાંઈ પોહાય? અમે દરિયાના દીકરા, દરિયો અમારો બાપ! વેલું-મોડું સૌને મરવું છે ને?”
પેલો છોકરો આનંદભેર દરિયાનાં મોજાં કાપતો, મજા કરતો જતો હતો. હજી મારી સામે હાથ લાંબો કરીને રામરામ કરી રહ્યો હતો. હું એકીટશે દરિયો, હોડી, છોકરો ને અનેક મછવા જોઈ રહ્યો. દરિયાનાં મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો : ‘શું શ્રમભરેલું જીવન અને રણમેદાન જ નિર્ભયતા આપતાં હશે? અને નિર્ભયતાથી જ ચારિત્ર્ય ઘડાતું હશે?”

સમજૂતી: છોકરો ખુમારીથી કહે છે કે જો બીકના માર્યા અમે બાપદાદાનો ધંધો છોડીએ તો અમારું નાક કપાય અને જન્મ આપનારી માતા લાજે. છોકરો અને તેની માતા માને છે કે દરિયો તેમનો બાપ છે. મોતથી ડરીને બેસી ન રહેવાય. આ સાંભળીને લેખકના મનમાં વિચાર આવે છે કે ખરેખર શ્રમભરેલું જીવન અને મુશ્કેલીઓનો સામનો (રણમેદાન) કરવાથી જ માણસમાં નિર્ભયતા આવે છે અને નિર્ભયતાથી જ ઉત્તમ ચારિત્ર્યનું ઘડતર થાય છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- છોકરાના મતે બીકના માર્યા બાપદાદાનો ધંધો છોડે તો શું થાય? જવાબ: નાક વઢાઈ જાય (આબરૂ જાય) અને માતા લાજે.
- છોકરાને કોના પર વિશ્વાસ છે? જવાબ: ભગવાન પર (કે ભગવાનને બચાવતા આવડે છે).
- છોકરો દરિયામાં કેવી રીતે ચાલ્યો ગયો? જવાબ: ગીત ગાતો ગાતો, જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ આનંદભેર ચાલ્યો ગયો.
- માતાએ દરિયા વિશે શું કહ્યું? જવાબ: "અમે દરિયાના દીકરા, દરિયો અમારો બાપ!"
- લેખકના મતે નિર્ભયતા ક્યાંથી આવે છે અને તેનાથી શું ઘડાય છે? જવાબ: નિર્ભયતા શ્રમભરેલા જીવન અને રણમેદાનથી આવે છે, અને નિર્ભયતાથી જ ચારિત્ર્ય ઘડાય છે.
LO 2.4 ભાવાત્મક અભિવ્યક્તિનો શાબ્દિક પ્રતિભાવ આપે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો