ધોરણ ૭ ગુજરાતી પાઠ ૫: તમે સાપથી ડરો છો કે? - સ્માર્ટ ક્લાસ આયોજન
પાઠ ૫: તમે સાપથી ડરો છો કે? (માહિતીલેખ/સંવાદ)
ધોરણ ૭ | વિષય: ગુજરાતી (પલાશ) | લેખક: જયંતભાઈ પટેલ
🎯 અધ્યયન પદ્ધતિ અને પ્રયુક્તિઓ: ભૂમિકા ભજવણી (નાટ્યાત્મક સંવાદ પદ્ધતિ), કથન-ચર્ચા પદ્ધતિ, વૈજ્ઞાનિક સમજૂતી પ્રયુક્તિ અને માઇક્રો-ટીચિંગ દ્વારા મૂલ્યાંકન.
જયંતભાઈ મોહનલાલ પટેલનો જન્મ ધંધુકા તાલુકાના હરિપુરા ગામમાં ઈ.સ. ૧૯૪૦માં થયેલો. તેમનું મૂળ વતન ધંધુકા તાલુકામાં ભડિયાદ હતું. તેમણે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપેલી. ‘વાર્તા સાહિત્ય’ ઉપર તેમણે કેટલુંક કામ કરેલ છે.
જગતમાં મનુષ્યની જેમ બીજા જીવો પણ અસ્તિત્વ ધરાવે છે, દરેક જીવની આગવી વિશેષતા હોય છે. આ એકમમાં સાપ વિશેની રસપ્રદ માહિતી આપવામાં આવી છે. સમાજમાં સાપનો ડર સામાન્ય રીતે સૌમાં જોવા મળે છે. સાપ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ પણ આ માહિતીલેખ વાંચવાથી દૂર થાય છે. આ એકમ રસપ્રદ સંવાદ રૂપે રજૂ થયો છે તેથી વાંચવામાં આનંદ આવે છે.

માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- લેખક જયંતભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: ધંધુકા તાલુકાના હરિપુરા ગામમાં.
- લેખકે ક્યાં અધ્યાપક તરીકે સેવા આપેલી? જવાબ: ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં.
- આ એકમમાં કયા જીવ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી છે? જવાબ: સાપ વિશે.
- આ માહિતીલેખ વાંચવાથી શું દૂર થાય છે? જવાબ: સાપ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ અને ડર.
- આ પાઠ કયા સ્વરૂપે રજૂ થયો છે? જવાબ: રસપ્રદ સંવાદ રૂપે.
LO 2.1 હેતુ અનુસાર વિગતો તારવે છે.
નાની સોનલ ટીકી ટીકીને જોઈ રહી હતી. ભાભી આજ પાણિયારા પર નાગનું ચિત્ર આળેખતાં હતાં. પાસે પૂજાની સામગ્રી પડી હતી. ભાભી આ શું કરતાં હશે? સોનલને અચરજ થયું. એ તો દોડી ગઈ બા પાસે.
“બા, બા! ભાભી આજે પાણિયારા પર નાગ કેમ આળેખે છે?’
“સોનલ, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો, ભાભી શું કરે છે તે. પછી આવીને મને કહે.”
સોનલ તો પાછી ગઈ. ભાભીએ ઘીનો દીવો પેટાવ્યો હતો, કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. સોનલનેય કુલેર બહુ ભાવતી. એના મોંમાં પાણી આવ્યું. સોનલ પાછી બા પાસે ગઈ. માંડીને વાત કહી, ' બા, કોઈ દિવસ નહિ ને આજે ભાભી આમ કેમ કરે છે?' સોનલે પાછો સવાલ કર્યો.

સમજૂતી: નાની બાળકી સોનલ જુએ છે કે તેના ભાભી પાણિયારા (પાણીનું માટલું મૂકવાની જગ્યા) પર નાગનું ચિત્ર દોરી (આળેખી) રહ્યા છે. ભાભી ઘીનો દીવો કરી કુલેર (ઘી-ગોળ સાથે ચોળેલો લોટ) નો પ્રસાદ ધરે છે. આ જોઈને સોનલને ખૂબ જ નવાઈ લાગે છે અને તે તેની 'બા' પાસે જઈને કારણ પૂછે છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- ભાભી ક્યાં નાગનું ચિત્ર આળેખતા હતા? જવાબ: પાણિયારા પર.
- ચિત્ર દોરતાં જોઈને કોને અચરજ થયું? જવાબ: નાની સોનલને.
- ભાભીએ શેનો દીવો પેટાવ્યો હતો? જવાબ: ઘીનો દીવો.
- ભાભીએ નાગદેવતાને શેનું નૈવેદ્ય ધર્યું હતું? જવાબ: કુલેરનું.
- સોનલના મોંમાં પાણી કેમ આવ્યું? જવાબ: કારણ કે તેને કુલેર બહુ ભાવતી હતી.
LO 7.5 પોતાના અનુભવો સાથે ભાવાત્મક ઘટનાનું અનુસંધાન કરે છે.
“સોનલ, આજ શ્રાવણ માસની અંધારી પાંચમ. આજે નાગપંચમી. ભાભી નાગદેવતાની પૂજા કરશે. આજે એ એકટાણું કરશે. ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એક વાર ખાશે.”
'બા, ભાભી એમ શું કરવા કરે છે?'
'એ નાગપાંચમનું વ્રત છે.”
'બા, નાગ કરડે તો તો મરી જ જવાય ને? એ આપણને સુખી કેવી રીતે કરે?'
“ભાભીને કહેજે, સાંજે તને નાગપાંચમની વાર્તા કહેશે.'
“ના, બા, મારે સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી. મને રાતે બીક લાગે. મારાં બહેન કહેતાં હતાં કે સાપ તો ઉંદરને ખાઈ જાય ને ઉંદરનું ઘર પણ પચાવી પાડે. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ, ખરું ને, બા?”
“શું ખરું, સોનલ?” કહેતા ભાઈ મેડીએથી નીચે ઊતર્યા. ‘રામુ, બેટા! સોનલને આ નાગની વાત જરા સમજાવજે.' બાને થયું હાશ! આ સોનલ પૂછી પૂછીને મારો દમ કાઢત.

સમજૂતી: બા સમજાવે છે કે આજે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમી છે, માટે ભાભી વ્રત (એકટાણું) કરી રહ્યા છે. સોનલ કહે છે કે સાપ તો કરડે તો માણસ મરી જાય, વળી તે ઉંદરને ખાઈને તેનું ઘર પચાવી પાડે છે, તો તે આપણને સુખી કેવી રીતે કરે? એટલામાં રામુભાઈ આવે છે અને બા તેમને સોનલને સમજાવવાનું કહે છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- નાગપંચમી ક્યારે આવે છે? જવાબ: શ્રાવણ માસની અંધારી પાંચમે (શ્રાવણ વદ પાંચમ).
- ભાભી નાગપંચમીના વ્રતમાં શું જમવાનાં હતાં? જવાબ: એકટાણું કરીને ગઈકાલનો બનાવેલો બાજરાનો રોટલો.
- સોનલ સાપની વાર્તા સાંભળવાની કેમ ના પાડે છે? જવાબ: કારણ કે તેને રાતે બીક લાગે છે.
- "ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ" માં 'ભોરિંગ' એટલે શું? જવાબ: મોટો નાગ (સાપ).
- બાએ કોને નાગની વાત સમજાવવા કહ્યું? જવાબ: સોનલના ભાઈ રામુને.
LO 4.1 સ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા ભાષાકીય અભિવ્યક્તિ કરે છે.
‘સોનલ, વાત ખરી છે. નાગ ઝેરી હોય છે. પણ બધા સાપ નાગ નથી હોતા, ને બધા સાપ ઝેરી હોતા નથી. આપણા દેશમાં આશરે 216 પ્રકારના સાપ છે.”
“અમારાં બહેન નળ-દમયંતીની વાર્તા કહેતાં હતાં. તેમાં કર્કોટક સાપની વાત આવે છે. અને ભાઈ, જળકમળ છાંડી જાને બાળા... એ કવિતામાં પણ કાળી નાગનું નામ આવે છે. એ બધી સાપની જાતો જ હશે ને?”
‘ને સોનલ, શેષશાયી વિષ્ણુનું ચિત્ર જોયું છે ને? અનન્ત, વાસુકિ, શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલિય વગેરે પણ સાપની જાતો જ છે.'
‘સોનલબહેન,’ ભાભી ટહુક્યાં, ‘મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી એ યાદ છે ને? એમાં તક્ષક નામનો સાપ પરીક્ષિત રાજાને કરડયો હતો ને?”

સમજૂતી: રામુભાઈ સમજાવે છે કે બધા સાપ ઝેરી હોતા નથી. ભારતમાં ૨૧૬ જેટલા પ્રકારના સાપ છે. ત્યારબાદ પૌરાણિક કથાઓમાં આવતા કર્કોટક નાગ, કૃષ્ણ ભગવાનની કવિતામાં આવતો કાળી નાગ, ભગવાન વિષ્ણુ જેના પર સૂવે છે તે શેષનાગ, અને પરીક્ષિત રાજાને કરડનાર તક્ષક નાગ વગેરે અલગ અલગ સાપની જાતોની ચર્ચા થાય છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- શું બધા સાપ ઝેરી હોય છે? જવાબ: ના, બધા સાપ ઝેરી હોતા નથી.
- આપણા દેશમાં આશરે કેટલા પ્રકારના સાપ છે? જવાબ: 216 પ્રકારના.
- નળ-દમયંતીની વાર્તામાં કયા સાપની વાત આવે છે? જવાબ: કર્કોટક સાપની.
- 'જળકમળ છાંડી જાને બાળા' કવિતામાં કયા નાગનો ઉલ્લેખ છે? જવાબ: કાળી નાગનો.
- પરીક્ષિત રાજાને કયો સાપ કરડ્યો હતો? જવાબ: તક્ષક સાપ.
LO 3.3 વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
“પણ સોનલ, બધી જ જાતના સાપ ઝેરી નથી હોતા. એ તો આપણે સાપને ઓળખતાં શીખીએ પછી ડર ન રહે. અજગર સૌથી વધારે લાંબો અને તે વજનમાં પણ સૌથી વધારે છે. ક્યારેક તે આશરે આઠ મિટર લાંબો, દોઢસો કિલો વજનનો હોય છે. નાનામાં નાનો સાપ બારથી તેર સેન્ટિમિટરનો હોય છે. સાપનું સરેરાશ આયુષ્ય પચીસ વરસનું ગણાય છે. એની ત્વચાનાં તરેહ અને સૌંદર્ય હેરત પમાડે તેવાં હોય છે.
સાપની કાંચળી તેં જોઈ છે ખરી, સોનલ?'
“મુંબઈમાં હાફકિન ઈન્સ્ટિટ્યૂટ છે. ત્યાં સાપનો, સાપના ઝેરનો અભ્યાસ થાય છે. સાપ કરડે ત્યારે એનું ઝેર ઉતારવા માટેનાં ઇન્જેક્શન ત્યાં તૈયાર થાય છે. ૭૨ થી ૨૧૦ દિવસના ગાળે સાપ કાંચળી ઉતારે છે. સાપ પૂરેપૂરી કાંચળી ઉતારી ન શકે તો તે માંદો પડી જાય છે.”

સમજૂતી: ભાઈ અજગર વિશે જણાવે છે કે તે સૌથી લાંબો (૮ મીટર) અને વજનદાર (૧૫૦ કિલો) સાપ છે. સાપનું આયુષ્ય ૨૫ વર્ષનું હોય છે. મુંબઈની 'હાફકિન ઇન્સ્ટિટ્યૂટ'માં સાપના ઝેર ઉતારવાના ઇન્જેક્શન બને છે. સાપ અમુક દિવસે પોતાની જૂની ચામડી (કાંચળી) ઉતારે છે. જો તે પૂરી ન ઉતરે તો સાપ બીમાર પડે છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- સૌથી વધારે લાંબો અને વજનદાર સાપ કયો છે? જવાબ: અજગર.
- સાપનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું ગણાય છે? જવાબ: પચીસ વરસનું.
- સાપના ઝેર ઉતારવાનાં ઈન્જેક્શન ક્યાં તૈયાર થાય છે? જવાબ: મુંબઈમાં હાફકિન ઈન્સ્ટિટ્યૂટમાં.
- સાપ કેટલા દિવસના ગાળે કાંચળી ઉતારે છે? જવાબ: ૭૨ થી ૨૧૦ દિવસના ગાળે.
- જો સાપ પૂરેપૂરી કાંચળી ઉતારી ન શકે તો શું થાય? જવાબ: સાપ માંદો પડી જાય છે.
LO 6.1 અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે અને તારવે છે.
“સોનલ, નાગને મૂછેય હોય, નહિ?'
સોનલ વિચારમાં પડી. ભાભી એની વહારે ધાયાં. 'હા સોનલબહેન, સાપ ઘરડો થાય ત્યારે એને મૂછ ફૂટે છે.'
“અરે, એ બધી વાત ખોટી છે. સાપને મૂછ ફૂટતી જ નથી. એના શરીરે વાળ જ હોય નહિ. તમારા જેવાં ભોળાંને લોકો આમ જ છેતરી જાય.’
“નાગના મણિની વાત સોનલબહેનને કહો ને!” ભાભીએ કહ્યું.
“નાગને વળી મણિ કેવો? એ પણ પેલી મૂછોના જેવી જ બનાવટી વાત છે. સાપ દૂધ જ પીએ છે એય એવી જ વાત છે. સાપ દૂધ પીએ છે ખરો, પણ તે જેમ પાણી પીએ એમ. એકલું દૂધ જ એનો આહાર નથી. સાપ કાંઈ શાકાહારી નથી. ઉંદર મળતો હોય તો એ દેડકું ખાય નહિ, ને દેડકું મળે તો દૂધને અડે નહિ.”

સમજૂતી: ભાઈ સમાજમાં ફેલાયેલી ખોટી માન્યતાઓ દૂર કરતા કહે છે કે સાપને ક્યારેય મૂછ ફૂટતી નથી કારણ કે તેના શરીર પર વાળ જ હોતા નથી. નાગ પાસે મણિ હોવાની વાત પણ સાવ બનાવટી છે. સાપ શાકાહારી નથી, તે ઉંદર અને દેડકા ખાય છે. તે દૂધ પીએ છે પણ પાણીની જેમ, દૂધ તેનો મુખ્ય ખોરાક નથી.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- શું ઘરડા સાપને મૂછ ફૂટે છે? જવાબ: ના, સાપને મૂછ ફૂટતી જ નથી.
- સાપને મૂછ કેમ નથી હોતી? જવાબ: કારણ કે સાપના શરીરે વાળ જ હોતા નથી.
- નાગના મણિ વિશે ભાઈ શું કહે છે? જવાબ: એ પણ મૂછોના જેવી જ એક બનાવટી વાત છે.
- શું સાપ શાકાહારી પ્રાણી છે? જવાબ: ના, સાપ શાકાહારી નથી, તે ઉંદર અને દેડકા ખાય છે.
- સાપના દૂધ પીવા વિશે સત્ય શું છે? જવાબ: સાપ દૂધ પીએ છે પણ પાણીની જેમ જ, એકલું દૂધ તેનો આહાર નથી.
‘સાપ ઉંદર ગળે ત્યારે પહેલાં ઉંદરનું માથું મોંમાં લે છે, ને પછી તેને ગળવા માંડે છે. સાપનું ઝેર જ પાચનમાં મદદ કરે છે. મોટો અજગર કૂતરું કે હરણ પણ ગળી જઈ શકે છે. સાપની જીભ ઘ્રાણેન્દ્રિયનું કામ પણ કરે છે. કોઈક વાર એ ઉપવાસ પર ઊતરે છે. આઠ આઠ મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે.
સાપને બે જીભ હોય છે તે ખબર છે? જીભ તો કંઈ બે નથી હોતી. જીભને બે પાંખિયાં હોય છે. તેને દ્વિજિહ્વા કહેવાય છે. ખોરાક શોધવામાં, કોઈ દુશ્મન આવી ચડે તો તે જાણવામાં તેને જીભ જ કામમાં આવે છે. એની આંખોને પોપચાં હોતાં નથી. સાપને કાન હોતા નથી.'

સમજૂતી: સાપ પોતાનો શિકાર આખેઆખો ગળી જાય છે. તેનું ઝેર જ ખોરાક પચાવવાનું કામ કરે છે. અજગર ૮ મહિના સુધી ભૂખ્યો રહી શકે છે. સાપની જીભ આગળથી બે ભાગમાં વહેંચાયેલી (બે પાંખિયાવાળી) હોય છે, તેથી તેને 'દ્વિજિહ્વા' કહે છે. આ જીભ વડે તે સૂંઘવાનું (ઘ્રાણેન્દ્રિયનું) કામ પણ કરે છે. સાપને કાન અને આંખ પર પોપચાં હોતા નથી.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- સાપને ખોરાક પચાવવામાં કોણ મદદ કરે છે? જવાબ: સાપનું ઝેર જ પાચનમાં મદદ કરે છે.
- અજગર કેટલા મહિના સુધી ભૂખ્યો રહી શકે છે? જવાબ: આઠ આઠ મહિના સુધી.
- સાપની જીભ શેનું કામ કરે છે? જવાબ: ઘ્રાણેન્દ્રિયનું (સૂંઘવાનું) કામ કરે છે.
- સાપને 'દ્વિજિહ્વા' કેમ કહેવાય છે? જવાબ: કારણ કે તેની જીભને બે પાંખિયાં હોય છે.
- સાપના શરીરમાં કયા બે અંગો હોતા નથી? જવાબ: સાપને કાન અને આંખો પર પોપચાં હોતાં નથી.
LO 5.5 કથન કે વિચારની વૈકલ્પિક રજૂઆતો કરે છે.
“ભાઈ તો મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી?”
“હા, સોનલ. એવો એ સંગીત-રસિયો નથી. નાગ ડોલતો દેખાય છે તે તો હુમલો કરવાની એની તૈયારીનો જ એક ભાગ છે.’
‘નોળિયો સાપનો દુશ્મન છે. નોળિયો સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે તેથી એમની લડાઈમાં સામાન્ય રીતે નોળિયો જ જીતે છે. કેટલાક લોકો એમ કહે છે કે નોળિયો લડતાં લડતાં કોઈ વનસ્પતિ સૂંઘી આવે છે તેથી તેને ઝેર ચડતું નથી. પણ એ વાત બરાબર નથી. તે વનસ્પતિનાં મૂળ ખોદે છે તે તો તેના દાંતને વધારે તીક્ષ્ણ કરવાને માટે જ એમ કરતો હોય છે.
સાપ માણસજાતને ખૂબ ઉપયોગી છે. ખેતીને નુકસાનકર્તા ઉંદર, કોળ વગેરેને તે ખાઈ જાય છે. જે સાપ ઝેરી હોય છે તેય કંઈ અમસ્તાઅમસ્તા કરડતા હોતા નથી. સહેજ સરખો અવાજ થતાંમાં તો સાપ ભાગી જાય છે.'

સમજૂતી: સાપને કાન ન હોવાથી તે મોરલીનો અવાજ સાંભળીને ડોલતો નથી, પણ હુમલો કરવા તૈયાર થાય છે. સાપ અને નોળિયાની લડાઈમાં નોળિયો ચાલાક હોવાથી તે જ જીતે છે. સાપ ખેડૂતોનો મિત્ર છે કારણ કે તે પાકને નુકસાન કરતા ઉંદર ખાઈ જાય છે. કોઈ સાપ કારણ વગર કરડતો નથી.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- સાપ મોરલી જોઈને કેમ ડોલતો દેખાય છે? જવાબ: તે હુમલો કરવાની એની તૈયારીનો જ એક ભાગ છે.
- સાપ અને નોળિયાની લડાઈમાં કોણ જીતે છે? શા માટે? જવાબ: નોળિયો જીતે છે, કારણ કે તે સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે.
- નોળિયો વનસ્પતિનાં મૂળ શા માટે ખોદે છે? જવાબ: તેના દાંતને વધારે તીક્ષ્ણ (ધારદાર) કરવા માટે.
- સાપ માણસજાતને કઈ રીતે ઉપયોગી છે? જવાબ: તે ખેતીને નુકસાનકર્તા ઉંદર અને કોળ વગેરેને ખાઈ જાય છે.
- સાપ ક્યારે ભાગી જાય છે? જવાબ: સહેજ સરખો અવાજ થતાં જ સાપ ભાગી જાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો