HTAT 2012 સંપૂર્ણ પેપર સોલ્યુશન (150 પ્રશ્નો) | Official Answer Key
HTAT 2012 સંપૂર્ણ પેપર સોલ્યુશન
150 પ્રશ્નો અને સચોટ જવાબો (ઓફિશિયલ આન્સર કી મુજબ)
પ્રશ્ન 1
NCF-2005 માં બાળકના પ્રથમ બે વર્ષના શિક્ષણના માધ્યમથી ભાષા તરીકે રાખવા પર ભાર મૂક્યો છે તે કઈ
ભાષા છે?
ભાષા છે?
જવાબ:
પ્રાદેશિક ભાષા
પ્રશ્ન 2
મૂલ્યાંકનની પ્રક્રિયામાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ હોય છે?
જવાબ:
શિક્ષણના હેતુઓ, અધ્યયન અનુભવો અને મૂલ્યાંકન.
પ્રશ્ન 3
અધ્યયનમાં કઠીન મુદ્દાઓને સરળ બનાવવા માટે....
જવાબ:
પ્રવૃતિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ.
પ્રશ્ન 4
RTI કયા વર્ષથી અમલી બનેલ છે
જવાબ:
2005
પ્રશ્ન 5
પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન માળખાની રચના અને માર્ગદર્શન કઈ સંસ્થા દ્વારા કરવામાં
આવે છે?
આવે છે?
જવાબ:
GCERT
પ્રશ્ન 6
કઈ કચેરી દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષાઓ લેવામાં આવે છે?
જવાબ:
રાજ્ય પરીક્ષા બોર્ડ
પ્રશ્ન 7
'રાષ્ટ્રિય શિષ્ય વૃત્તિ' ની પરીક્ષા કયા કયા ધોરણના કયા તબક્કામાં લેવામાં આવે છે?
જવાબ:
ધો-5 અને 8 ની શરૂઆતમાં
પ્રશ્ન 8
એક શિક્ષક શાળામાં ૧ કલાક મોડા પડે છે. મુખ્ય શિક્ષક તરીકે તમે શું કરશો ?
જવાબ:
યોગ્ય કારણ હોવાથી 1/2 C.L. નો રિપોર્ટ લઈશ.
પ્રશ્ન 9
ભારતનું રાષ્ટ્રિય પંચાંગ ૩, ૫ અને ૭ માં માસ કયો છે ?
જવાબ:
જેઠ, શ્રાવણ અને આસો
પ્રશ્ન 10
શિક્ષક તાલીમી સંસ્થાઓનું નિયમન કેન્દ્રની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?
જવાબ:
NCTE
પ્રશ્ન 11
નિરંતર શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે ?
જવાબ:
અનુસાક્ષરતા
પ્રશ્ન 12
C.P.Ed. સંસ્થાના તાલીમાર્થીઓની વાર્ષિક કસોટી કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે?
જવાબ:
રાજ્ય પરીક્ષા બોર્ડ
પ્રશ્ન 13
શાળા સમય દરમ્યાન શાળામાં ન આવી શકતા બાળકો માટેની શિક્ષણ વ્યવસ્થા....
જવાબ:
વૈકલ્પિક શાળા
પ્રશ્ન 14
એક શાળાના આચાર્યકક્ષમાં ઉપસ્થિત આચાર્યશ્રીને મળવા હું ગયો, મારા બાદ એક વૃધ્ધ અને બાળક આવ્યા ત્યારબાદ
ત્રણ યુગલ આળ્યા જૈ પૈકી ૨ સાથે એક એક બાળકો હતા, તો હવે આચાર્ય કક્ષમાં કેટલા વ્યક્તિ થયા ?
ત્રણ યુગલ આળ્યા જૈ પૈકી ૨ સાથે એક એક બાળકો હતા, તો હવે આચાર્ય કક્ષમાં કેટલા વ્યક્તિ થયા ?
જવાબ:
12
પ્રશ્ન 15
એક ટોપલીમાં પ સફરજન નાખવામાં આવ્યા, ૪ ચીકુ નાખવામાં આવ્યા, ૭ કેરી નાખવામાં આવી, ૩ નારંગી
નાખવામાં આવી, ૬ કેળા નાખવામાં આવ્યા પછી તેમાંથી ૨ કેરી, ૩ ચિકુ, ૧ નારંગી, ૩ કેળા કાઢવામાં આવ્યા
અને ૨ જાંબુ નાખવામાં આવ્યા તો છેલ્લે ટોકરીમાં કેટલા ફળ હશે?
નાખવામાં આવી, ૬ કેળા નાખવામાં આવ્યા પછી તેમાંથી ૨ કેરી, ૩ ચિકુ, ૧ નારંગી, ૩ કેળા કાઢવામાં આવ્યા
અને ૨ જાંબુ નાખવામાં આવ્યા તો છેલ્લે ટોકરીમાં કેટલા ફળ હશે?
જવાબ:
18
પ્રશ્ન 16
૫૧ છોકરાની એકલાઈનમાં પાર્થ ડાબી તરફથી ૨૭ માં સ્થાને છે જ્યારે હર્ષદ જમણી તરફથી ૨૭ માં સ્થાને છે તો
તે બન્નેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે?
તે બન્નેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે?
જવાબ:
1
પ્રશ્ન 17
વિરેન્દ્ર મહિનાના પ્રથમ દિવસે રૂા. ૨૫૦/- કમાય છે બીજા દિવસે રૂા. ૨૦૦/- ખર્ચ કરે છે. ત્રીજા દિવસે ફરી
રૂા. ૨૫૦/- કમાય છે અને ચોથા દિવસે રૂા. ૨૦૦/- ખર્ચ કરે છે તો તે સતત આ રીતે કરતો રહે તો મહિનાના
કેટલામાં દિવસે તેની પાસે રૂા. ૫૦૦/- હશે?
રૂા. ૨૫૦/- કમાય છે અને ચોથા દિવસે રૂા. ૨૦૦/- ખર્ચ કરે છે તો તે સતત આ રીતે કરતો રહે તો મહિનાના
કેટલામાં દિવસે તેની પાસે રૂા. ૫૦૦/- હશે?
જવાબ:
11
પ્રશ્ન 18
એક હરોળમાં પાંચ છોકરી બેઠી છે, માયા રીનાની ડાબી બાજુ છે, દયા રીનાની જમણી બાજુ છે, દયા મીનાની
ડાબી બાજુ તથા ઈવા મીનાની જમણી બાજુએ બેઠી છે તો બધાની વચ્ચે કોણ છે?
ડાબી બાજુ તથા ઈવા મીનાની જમણી બાજુએ બેઠી છે તો બધાની વચ્ચે કોણ છે?
જવાબ:
દયા
પ્રશ્ન 19
આચાર્ય તરીકે તમે કયા શિક્ષકની પીઠ થાબડવાનું વધુ પસંદ કરશો ?
જવાબ:
જે વિદ્યાર્થીની સમસ્યાને ઓળખી અને તેમને મદદ કરે છે
પ્રશ્ન 20
હડપ્પીય સંસ્કૃતિના મુખ્ય નગરો પૈકી કયા નગરના અવશેષો હાલ ભારતમાં નથી.
જવાબ:
મોહે-જો-દડો
પ્રશ્ન 21
નીચેના પૈકી કયુ વિધાન ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના જીવન સાથે સુસંગત નથી.
જવાબ:
તેઓ અણુવિજ્ઞાનના પિતામહ તરીકે જાણીતા છે
પ્રશ્ન 22
ગંગા અને બ્રહ્મપુત્રાના સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે ?
જવાબ:
મેઘના
પ્રશ્ન 23
પૃથ્વી પોતાની ધરી ઉપર વિષવવૃત્ત પાસે કલાકના અંદાજિત કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે?
જવાબ:
૧૬૦૦ કિ.મિ.
પ્રશ્ન 24
પ્રાચીન વિદ્યાપીઠોમાંથી કઈ વિદ્યાપીઠનું સ્થાન હાલના ભારતમાં નથી.
જવાબ:
તક્ષશીલા વિદ્યાપીઠ
પ્રશ્ન 25
ઝાંસીની રાણીનું મૂળ નામ મનુબાઈ હતું. નાનપણમાં તે કયા લાડકા નામથી ઓળખાતી હતી?
જવાબ:
છબીલી
પ્રશ્ન 26
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) ના સદ્ભાવનાના દૂત તરીકે કોણે કામ કરેલ ?
જવાબ:
સચિન તેંડુલકર
પ્રશ્ન 27
સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયુ છે ?
જવાબ:
અકીક
પ્રશ્ન 29
ઈ.સ. ૨૦૧૨ ના પ્રજાસત્તાક દિનની ઉજવણીના રાષ્ટ્રીય સમારોહના મુખ્ય અતિથિ કોણ હતા?
જવાબ:
શિનોવાત્રા
પ્રશ્ન 30
'પોકાર' અભિયાન શા માટે શરૂ કરવામાં આવ્યું ?
જવાબ:
HIV અંગેની ગેરમાન્યતા દૂર કરવા માટે
પ્રશ્ન 31
ડૉ. જીવરાજ મહેતાના જીવનકાળ સાથે કઈ બાબત સુસંગત નથી?
જવાબ:
તેમણે ગાંધીનગરમાં ડૉ. જીવરાજ મહેતા ભવનની સ્થાપના કરી
પ્રશ્ન 32
નીચેના પૈકી કયા મહાનુભાવે દુનિયાનું સૌથી ઉંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરેલ નથી ?
જવાબ:
શ્રી સુફિયાન શેખ
પ્રશ્ન 33
ચાર સિંહની રાષ્ટ્રીય મુદ્રા નીચે દેવનાગરી લિપિમાં લખાયેલ સૂત્ર “સત્યમેવ જયતે” શામાંથી લેવામાં
આવેલ છે ?
આવેલ છે ?
જવાબ:
માંડુક્ય ઉપનિષદ
પ્રશ્ન 34
બાળ કેળવણીનાં ક્ષેત્રમાં 'ઘરશાળા’ દક્ષિણામૂર્તિનાં કેળવણીમાં નૂતન વિચાર અને પ્રયોગશીલતા આપનાર
નામો આપો.
નામો આપો.
જવાબ:
શ્રી હરભાઈ-શ્રી નાનાભાઈ
પ્રશ્ન 35
ગુજરાતમાં મૂલ્યનિષ્ઠ અને ચારિત્ર્યવાન શિક્ષકો તૈયાર કરવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશન
(IITE) માં કેટલા સેમિસ્ટરનો અભ્યાસક્રમ છે ?
(IITE) માં કેટલા સેમિસ્ટરનો અભ્યાસક્રમ છે ?
જવાબ:
8 સેમિસ્ટર
પ્રશ્ન 36
શિક્ષણ નીતિ તેમજ નવા પ્રવાહનાં કાર્યનું ઘડતર કરવાનું કાર્ય કરે છે.
જવાબ:
શિક્ષણ વિભાગ
પ્રશ્ન 37
જિલ્લા શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓનાં શિક્ષકો/વિદ્યા સહાયકોની બદલીઓ અંગેનો શિક્ષણ વિભાગ
ઠરાવ કઈ તારીખ/વર્ષનો છે ?
ઠરાવ કઈ તારીખ/વર્ષનો છે ?
જવાબ:
૪-૬-૨૦૦૪
પ્રશ્ન 38
બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનાં અધિકાર અન્વયે ધોરણ ૧ થી ૫ માટે શિક્ષકો માટે
શૈક્ષણિક વર્ષમાં કેટલા દિવસો શિક્ષણકાર્ય માટે રાખવામાં આવેલ છે ?
શૈક્ષણિક વર્ષમાં કેટલા દિવસો શિક્ષણકાર્ય માટે રાખવામાં આવેલ છે ?
જવાબ:
200 દિવસ
પ્રશ્ન 39
RTE અંતર્ગત શિક્ષક માટે અઠવાડિયાનાં ઓછામાં ઓછા કામકાજના કલાક
જવાબ:
45 કલાક
પ્રશ્ન 40
RTE અંતર્ગત કોઈપણ વ્યક્તિ શાળાની માન્યતા મેળવ્યા સિવાય શાળા શરૂ કરે તો પ્રતિદિન
કેટલો દંડ લઈ શકે ?
કેટલો દંડ લઈ શકે ?
જવાબ:
રૂ.૧૦,૦૦૦
પ્રશ્ન 41
RTE અંતર્ગત બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત કઈ કલમ હેઠળ પ્રતિબંધ છે ?
જવાબ:
કલમ-૧૭
પ્રશ્ન 42
RTE અંતર્ગત ધો. ૧ થી ધો.૫ માં ૧૨૨ વિદ્યાર્થીઓ છે. તો કેટલા શિક્ષકો મળવાપાત્ર થાય?
જવાબ:
5
પ્રશ્ન 43
શાળાનાં કાર્યક્રમમાં વાલીઓ આવતા નથી તમો શું કરશો?
જવાબ:
ગામમાં જઈ વાલીઓ પાસેથી કારણ જાણશો
પ્રશ્ન 44
શાળાનું પરિણામ સુધારવા
જવાબ:
નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપવાનું કહેશો.
પ્રશ્ન 45
ક્રિયાત્મક સંશોધન એ
જવાબ:
શિક્ષકની વર્ગખંડની રોજ-બ-રોજની સમસ્યાનો ઉકેલ આપે છે.
પ્રશ્ન 46
જાહેર માહિતી અધિકારી માહિતી આપવાની ના પાડે છે કારણકે
જવાબ:
માહિતી ૨ (છ) મુજબનાં સ્વરૂપમાં નથી.
પ્રશ્ન 47
એક ગાડીને એક હિલ સ્ટેશન ઉપર ૩૦ કિ.મી.ની ઝડપે ચઢે છે. અને પરત ૬૦ કિ.મી.ની ઝડપે ઉતરે છે તો
ગાડીની સરેરાશ ઝડપ કેટલી ગણાય !
ગાડીની સરેરાશ ઝડપ કેટલી ગણાય !
જવાબ:
40
પ્રશ્ન 48
આર.ટી.આઈ હેઠળ માંગેલ માહિતી થી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે.
જવાબ:
એપેલેટ અધિકારી
પ્રશ્ન 49
આચાર્ય તરીકે તમારી શાળામાં નવા નિમાયેલા શિક્ષક સાથે તમે કેવું વર્તન કરશો ?
જવાબ:
માર્ગદર્શક
પ્રશ્ન 50
ભારતના રાજ્યબંધારણની 45મી કલમ પ્રમાણે 6 થી 14 વર્ષની ઉંમરના દેશના તમામ બાળકોને મફત ફરજિયાત
પ્રાથમિક શિક્ષણ આપવાનો લક્ષ્યાંક કઈ રીતે નિયત કરાયો ?
પ્રાથમિક શિક્ષણ આપવાનો લક્ષ્યાંક કઈ રીતે નિયત કરાયો ?
જવાબ:
બંધારણ અમલમાં આવે તે પછીના દસ વર્ષના સમયગાળામાં
પ્રશ્ન 51
નીચેના પૈકી કયો સમયગાળો કિશોરાવસ્થા ગણાય છે?
જવાબ:
12 થી 18 વર્ષ
પ્રશ્ન 52
નિધિ શક્તિ કરતાં ઉંચી છે પણ બકુલા જેટલી ઉંચી નથી પારૂલ હર્ષા કરતાં ઉંચી છે પણ શક્તિ જેટલી ઉંચી નથી
તો આ બધામાં સૌથી ઉંચુ કોણ ?
તો આ બધામાં સૌથી ઉંચુ કોણ ?
જવાબ:
બકુલા
પ્રશ્ન 53
આચાર્યના સફળ નેતૃત્વ માટે નીચે પૈકી કયુ વિધાન વધુ બંધબેસતું છે?
જવાબ:
આચાર્યની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિમાં પણ કર્મચારી યોગ્ય રીતે કાર્ય કરે
પ્રશ્ન 54
જો કોઈ ‘36’ ઈંચ લાંબી કપડાંની પટ્ટી ધોવાથી સંકોચાઈને 33 ઈંચની થઈ જાય છે તો 48 ઈંચની કપડાની પટ્ટી
ધોવાથી કેટલા ઈંચ લાંબી રહે?
ધોવાથી કેટલા ઈંચ લાંબી રહે?
જવાબ:
44 ઈંચ
પ્રશ્ન 55
શાળા વ્યવસ્થાપન સમિતિમાં કુલ કેટલા વાલીઓનું પ્રતિનિધિત્વ રાખવામાં આવ્યું છે?
જવાબ:
75%
પ્રશ્ન 56
ઉચ્ચતર પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થી ગુણોતર શું છે?
જવાબ:
1:35
પ્રશ્ન 57
તામીલનાડુના “કુમ્બકોનમ” (Kumbakonam) જિલ્લાની ઘટેલી આગની કરૂણ ઘટના બાદ નામદાર સુપ્રીમ
કોર્ટે રીટ પીટીશન (સીવીલ) નંબર : ૪૮૩/૨૦૦૪ માં ૧૩-૪-૨૦૦૯ નાં રોજ કરેલા આદેશમાં નીચે પૈકી શાનો
સમાવેશ થાય છે ?
(1) તમામ હયાત અને ખાનગી શાળાઓ છ મહિનાની અંદર અગ્નિશમન ઉપકરણો લગાડશે.
(2) શાળાના બિલ્ડીંગોને આગ લાગે તેવી અને ઝેરી સામગ્રીથી મુક્ત રાખવા, જો સંગ્રહ અનિવાર્ય હોય તો
તેનો સંગ્રહ સલામત રીતે કરવો.
(3) શાળાનાં સ્ટાફ અને બીજા અધિકારીઓને અગ્નિશામન સાધનોનો ઉપયોગ કરવાની જરૂરી તાલીમ
આપવી.
(4) બહુમજલા શાળા ઈમારતમાં એક કરતાં વધારે અને પહોળાં દાદરની વ્યવસ્થા કરવી.
કોર્ટે રીટ પીટીશન (સીવીલ) નંબર : ૪૮૩/૨૦૦૪ માં ૧૩-૪-૨૦૦૯ નાં રોજ કરેલા આદેશમાં નીચે પૈકી શાનો
સમાવેશ થાય છે ?
(1) તમામ હયાત અને ખાનગી શાળાઓ છ મહિનાની અંદર અગ્નિશમન ઉપકરણો લગાડશે.
(2) શાળાના બિલ્ડીંગોને આગ લાગે તેવી અને ઝેરી સામગ્રીથી મુક્ત રાખવા, જો સંગ્રહ અનિવાર્ય હોય તો
તેનો સંગ્રહ સલામત રીતે કરવો.
(3) શાળાનાં સ્ટાફ અને બીજા અધિકારીઓને અગ્નિશામન સાધનોનો ઉપયોગ કરવાની જરૂરી તાલીમ
આપવી.
(4) બહુમજલા શાળા ઈમારતમાં એક કરતાં વધારે અને પહોળાં દાદરની વ્યવસ્થા કરવી.
જવાબ:
ફક્ત ૧, ૨, ૩ અને ૪
પ્રશ્ન 58
સૂચના: નીચે આપેલા વૃત્તાલેખ (પાઈ ડાયાગ્રામ) નો અભ્યાસ કરો અને પ્રશ્ન 58 થી 60 ના જવાબો લખો.
આવાસ અને કપડાં માટે થતો કુલ ખર્ચ કેટલા ટકા છે?
જવાબ:
37.5
પ્રશ્ન 59
શિક્ષણ અને અન્ય માટે થતો કુલ ખર્ચ કેટલા ટકા છે?
જવાબ:
25
પ્રશ્ન 60
ભોજન પાછળ થતો ખર્ચ નીચેના પૈકી કોની બરાબર થતા ખર્ચની બરાબર છે?
જવાબ:
શિક્ષણ અને આવાસ
પ્રશ્ન 61
કમલેશભાઈ પોતાના દિકરાને ડૉક્ટર જ બનાવવા માંગે છે તે કઈ બચાવ પ્રયુક્તિ છે.
જવાબ:
પરોક્ષ ક્ષતિપૂર્તિ
પ્રશ્ન 62
નીચે આપેલા શબ્દોમાંની કયો શબ્દ બનાવી શકાય નહીં.
SUPERINTENDENT
SUPERINTENDENT
જવાબ:
TEMPER
પ્રશ્ન 63
આચાર્ય તરીકે હું એવા સહકર્મચારીને પસંદ કરીશ જે
જવાબ:
મહેનત અને નિષ્ઠામાં વધુ વિશ્વાસ રાખતા હોય
પ્રશ્ન 64
પ્રાથમિક શાળાના આચાર્ય નીચે પૈકી કયા પ્રકારની રજાઓ મંજુર કરવાના અધિકાર ધરાવે છે?
જવાબ:
પરચુરણ રજા
પ્રશ્ન 65
શિક્ષક વર્ગમાં દાખલ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ તુરંત ઉભા થઈ નમસ્કાર કરે છે, અહીં કયા પ્રકારનું અધ્યયન
થાય છે?
થાય છે?
જવાબ:
અભિસંધાન દ્વારા અધ્યયન
પ્રશ્ન 66
નમ્રતા કરતા અમૃતા મોટી છે અને અમૃતા અંજલી કરતા નાની છે તો સૌથી મોટી કોણ હશે?
જવાબ:
અંજલી
પ્રશ્ન 67
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ અધ્યય-અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને છે.
જવાબ:
અધ્યેતા
પ્રશ્ન 68
બાળકની સાચી સિદ્ધિ જાણી શકાય છે.
જવાબ:
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દ્વારા
પ્રશ્ન 69
બાળકમાં ભય, ક્રોધ અને જાતીયવૃત્તિ જેવા આવેગોનું ઉર્ધીકરણ કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ?
જવાબ:
બાળકને કળા, સાહિત્ય કે રમત ગમત તરફ અભિમુખ કરવો જોઈએ
પ્રશ્ન 70
અભિક્રમિક પદ્ધતિ એટલે
જવાબ:
શિક્ષકની મદદ વગર જાતે શીખવામાં બાળકને ઉપયોગી પદ્ધતિ
પ્રશ્ન 71
શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગ સાથે કોનું નામ સંકળાયેલું છે?
જવાબ:
પાવલોવ
પ્રશ્ન 72
મહેશનો બુદ્ધિઆંક શોધવાની પ્રક્રિયામાં તેની માનસિક વય અને શારીરિક વય સરખી આવે છે તો મહેશનો
બુદ્ધિઆંક કેટલો થાય?
બુદ્ધિઆંક કેટલો થાય?
જવાબ:
૧૦૦
પ્રશ્ન 73
નીચેનામાંથી કયા વર્ગખંડને પ્રભાવશાળી ગણશો?
જવાબ:
જે વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષકને પ્રશ્નો પૂછતા હોય
પ્રશ્ન 74
વિદ્યાર્થીઓને ઉદાહરણ ઉપરથી સંકલ્પના સિદ્ધિ તરફ લઈ જવું એ નીચેનામાંથી શું કહેવાશે ?
જવાબ:
આગમન પદ્ધતિ
પ્રશ્ન 75
એ વિદ્યાર્થી ખરો વિદ્યાર્થી છે કે જે
જવાબ:
સંકલ્પના સિદ્ધિ માટે શિક્ષકને પ્રતિ પ્રશ્નો પૂછે
Read the following passage and answer (76 to 80) the questions selecting the most appropriate options:
After that, I called Information please for everything. I asked for help with my Geography and she told me where Philadelphia was. She helped me with my Arith-metic, she also told me that a pet squirrel-I had caught, would eat fruits and nuts. And there was the time that Petey, our pet canary, died. I called Information Please and told her the sad story. She listened, then said things that grown-ups say to soothe a child. But it did not help much. Why should birds sing so beautifully and become a heap of feathers, on the bottom of a cage? She must have felt my sorrow, for she quietly said, "Paul, always remember that there are other worlds to sing in." Some-how, I felt better.
After that, I called Information please for everything. I asked for help with my Geography and she told me where Philadelphia was. She helped me with my Arith-metic, she also told me that a pet squirrel-I had caught, would eat fruits and nuts. And there was the time that Petey, our pet canary, died. I called Information Please and told her the sad story. She listened, then said things that grown-ups say to soothe a child. But it did not help much. Why should birds sing so beautifully and become a heap of feathers, on the bottom of a cage? She must have felt my sorrow, for she quietly said, "Paul, always remember that there are other worlds to sing in." Some-how, I felt better.
પ્રશ્ન 76
Paul called. .for everything. (fill the gap)
જવાબ:
Information Please
પ્રશ્ન 77
Why was Paul sad?
જવાબ:
His pet canary died
પ્રશ્ન 78
'Become a heap of feathers' means....
જવાબ:
die
પ્રશ્ન 79
Which word in the passage means 'sadness'?
જવાબ:
sorrow
પ્રશ્ન 80
For which of the following did Paul call Information Please?
જવાબ:
to find Philadelphia
પ્રશ્ન 81
કયો રોગ રોગ વાઈરસથી થતો નથી ?
જવાબ:
કોલેરા
પ્રશ્ન 82
કયુ રાષ્ટ્ર વ્યાપારી ધોરણે સૌરકૂકર પેદા કરતું પ્રથમ રાષ્ટ્ર બન્યું છે?
જવાબ:
ભાર
પ્રશ્ન 83
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે. ઉષ્મા સંચરણની
આ રીતને શું કહે છે?
આ રીતને શું કહે છે?
જવાબ:
ઉષ્માવહન
પ્રશ્ન 84
નીચેનામાંથી કયો સજીવ એકકોષી નથી?
જવાબ:
પેનિસિલિયમ
પ્રશ્ન 85
અર્ધગોળાનું ઘનફળ.
જવાબ:
23 πr3
પ્રશ્ન 86
2.468 ને 18 વડે ગુણતા........
જવાબ:
44.424
પ્રશ્ન 87
“ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના થઈ...
જવાબ:
1920
પ્રશ્ન 88
પ્રાચીન ઋષિ-મુનિઓએ માનવજાતિના ક્લ્યાણ અર્થે શાની આચારસંહિતા સૂચવી છે?
જવાબ:
યમ-નિયમની
પ્રશ્ન 89
મહાગુજરાત ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું?
જવાબ:
ઈન્દુલાલ યાજ્ઞિક
પ્રશ્ન 90
વર્તમાનપત્ર “વંદેમાતરમ્’” કયા નેતાએ શરૂ કર્યું ?
જવાબ:
બિપિનચંદ્ર પાલ
પ્રશ્ન 91
કયો સ્પેલિંગ સાચો છે?
જવાબ:
Success
પ્રશ્ન 92
1 થી 50 સુધીના અંકોનો સરવાળો:
જવાબ:
1275
પ્રશ્ન 93
323 અને (32)3 ખાલી જગ્યામાં યોગ્ય ચિહ્ન મૂકો.
જવાબ:
>
પ્રશ્ન 94
12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળકિંમત જેટલી રાખવામાં આવે, તો આ વેપારમાં કેટલા ટકા નફો
થાય?
થાય?
જવાબ:
25%
પ્રશ્ન 95
64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો.
જવાબ:
2
પ્રશ્ન 96
દરેક ચોરસ...
જવાબ:
લંબચોરસ છે
પ્રશ્ન 97
59, 815, 47 અને 611 પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો ?
જવાબ:
47
પ્રશ્ન 98
આંતર રાષ્ટ્રીય દિનાંતર રેખા
જવાબ:
વાંકીચૂકી છે
પ્રશ્ન 99
ભારત સરકારે કેટલાંક જંગલોને “અભ્યારણ્યો” તરીકે જાહેર કર્યા છે. કારણ કે.....
જવાબ:
વન્યજીવોના રક્ષણ માટે
પ્રશ્ન 100
Geeta was crying ___ help.
જવાબ:
for
પ્રશ્ન 101
કબડ્ડીની રમત માટે એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે?
જવાબ:
12
પ્રશ્ન 102
સાવધાનની સ્થિતિમાં બંને પગના પંજા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનાવવામાં આવે છે ?
જવાબ:
45°
પ્રશ્ન 103
"कुम्हार" - लिंग परिवर्तन कीजिए ।
જવાબ:
कुम्हारिन
પ્રશ્ન 104
નીચેનામાંથી કયા વિકલ્પમાં બધા જ શબ્દો સ્ત્રીલિંગમાં છે?
જવાબ:
विजय, आत्मा, आयु, पुस्तक (નોંધ: હિન્દી વ્યાકરણ મુજબ)
પ્રશ્ન 105
शब्दकोश के क्रम में सही विकल्प कौन सा है ?
જવાબ:
તમામને ૧ ગુણ મળવાપાત્ર રહેશે
પ્રશ્ન 106
યાદી-1 સાથે યાદી-2 સરખાવો. બ્લેકહોલ શબ્દ કોની સાથે સંકળાયેલ છે ?
જવાબ:
ખગોળશાસ્ત્ર
પ્રશ્ન 107
વસંતસંપાતદિન પછીનો શરદસંપાતદિન કેટલામા દિવસે આવે છે ?
જવાબ:
186
પ્રશ્ન 108
બૂટપૉલિશ બનવવામાં શાનો ઉપયોગ થાય છે?
જવાબ:
લેમ્પ બ્લૅક
પ્રશ્ન 109
એક બસની ઝડપ 50 કિમી/કલાક છે. એક ટ્રેનની ઝડપ 60 કિમી/કલાક છે. બસ ડ્રાઈવરે 200 કિમી નું અંતર
કાપ્યું ત્યારબાદ તેને સૂચના મળે છે કે તેને ટ્રેનના સમયે જ બસને પણ 300 કિમીનું અંતર પૂર્ણ કરવાનું છે તો બસ
ડ્રાઈવરે છેલ્લા 100 કિમીનું અંતર કાપવા બસની ઝડપ કેટલી રાખવી પડે ?
કાપ્યું ત્યારબાદ તેને સૂચના મળે છે કે તેને ટ્રેનના સમયે જ બસને પણ 300 કિમીનું અંતર પૂર્ણ કરવાનું છે તો બસ
ડ્રાઈવરે છેલ્લા 100 કિમીનું અંતર કાપવા બસની ઝડપ કેટલી રાખવી પડે ?
જવાબ:
100 કિમી/કલાક
પ્રશ્ન 110
નીચેનામાંથી કયા વિકલ્પમાં બધા જ તત્ત્વો છે?
જવાબ:
લોખંડ, સોનું, ચાંદી, ઑક્સિજન
પ્રશ્ન 111
નીચેનામાંથી કયા વિકલ્પમાં હવાના ઘટકો કદ પ્રમાણે ટકાવારીમાં ઉતરતા ક્રમે છે?
જવાબ:
નાઈટ્રોજન, ઑક્સિજન, કાર્બન ડાયોક્સાઈડ
પ્રશ્ન 112
ગુજરાતમાં નીચેનામાંથી કયા વિકલ્પમાં પર્વત/ડુંગર ના સ્થળ ઉત્તરથી દક્ષિણના ક્રમે છે?
જવાબ:
તારંગાના ડુંગર, પાવાગઢનો ડુંગર, પારનારા
પ્રશ્ન 113
Rahul cuts the vegetables ___ the knife.
જવાબ:
with
પ્રશ્ન 114
The principal invited ___ M.B.B.S. doctor for a lecture.
જવાબ:
an
પ્રશ્ન 115
Unless you run fast, ___
Ans. You can not catch the bus
Ans. You can not catch the bus
જવાબ:
સાચો જવાબ ઉપલબ્ધ નથી
પ્રશ્ન 116
Smita has joined the school ___ three years.
જવાબ:
for
પ્રશ્ન 117
The teacher distributed the chocolates ___ the students of the class.
જવાબ:
among
પ્રશ્ન 118
The spelling of 40 is ___
જવાબ:
forty
પ્રશ્ન 119
Oral Work ના પ્રારંભિક તબક્કે કઈ બાબત પર વિશેષ ધ્યાન આપીશું?
જવાબ:
fluency
પ્રશ્ન 120
વર્તમાન અંગ્રેજી પાઠયપુસ્તકમાં નીચેનામાંથી કઈ પદ્ધતિને અનુસરીએ છીએ?
જવાબ:
Communicative approach
પ્રશ્ન 121
નીચેનામાંથી કઈ વ્યક્તિનું નામ થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલ નથી ?
જવાબ:
રામાબાઈ રાનડે
પ્રશ્ન 122
ગુજરાતમાં મળી આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિનાં સ્થળો અને જીલ્લા આપેલ છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
જવાબ:
રંગપૂર - અમદાવાદ
પ્રશ્ન 123
બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર કયા આશ્રમેથી સરદાર પટેલે કરેલું?
જવાબ:
સ્વરાજ આશ્રમ
પ્રશ્ન 124
મધ્યરાત્રિના દેશ તરીકે કયો દેશ ઓળખાય છે ?
જવાબ:
નોર્વે
પ્રશ્ન 125
નીચેનામાંથી કયો પંચશીલનો સિદ્ધાંત નથી.
જવાબ:
બાહ્ય આક્રમણ સમયે એકબીજાને લશ્કરી મદદ કરવી
પ્રશ્ન 126
એક વ્યક્તિ A બિંદુથી ચાલતો 7 કિમી પૂર્વ દિશામાં જાય છે, ત્યાંથી ઘડિયાળના કાંટાની દિશામાં A થી 7
કિ.મી.ના અંતરેથી વર્તુળાકાર માર્ગે પશ્ચિમ દિશામાં B બિંદુએ પહોંચે છે અને ત્યાંથી પૂર્વ દિશામાં ફરી A
બિંદુએ પહોંચે છે તો તે વ્યક્તિ કેટલા કિમી. ચાલ્યો હશે?
કિ.મી.ના અંતરેથી વર્તુળાકાર માર્ગે પશ્ચિમ દિશામાં B બિંદુએ પહોંચે છે અને ત્યાંથી પૂર્વ દિશામાં ફરી A
બિંદુએ પહોંચે છે તો તે વ્યક્તિ કેટલા કિમી. ચાલ્યો હશે?
જવાબ:
36
પ્રશ્ન 127
8 પ્રાપ્તાંકોની સરાસરી 45 છે આ પૈકી એક પ્રાપ્તાંક બાદ કરતાં સરાસરી 44 મળે છે તો બાદ કરેલ પ્રાપ્તાંક
કયો હશે?
કયો હશે?
જવાબ:
52
પ્રશ્ન 128
એક ટાંકી ઉપરના નળથી ભરાતા 4 કલાક લાગે છે અને તળિયાના નળથી ખાલી થતા 6 કલાક લાગે છે જો
બન્ને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે?
બન્ને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે?
જવાબ:
12
પ્રશ્ન 129
A = { x | x=1n, n ∈ N } તો A એ કેવો ગણ છે ?
જવાબ:
એકાકી ગણ (નોંધ: મૂળમાં અનંત છે પણ સાચો જવાબ એકાકી આવે)
પ્રશ્ન 130
20 અને 15 ના ગુ.સા.અ. અને લ.સા.અ. નો ગુણાકાર કેટલો થાય?
જવાબ:
300
પ્રશ્ન 131
2+3x4-5 ની કિંમત કેટલી ?
જવાબ:
9
પ્રશ્ન 132
પિતા અને પુત્રની હાલની ઉમરનો સરવાળો 50 વર્ષ હોય, પાંચ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા
ત્રણ ગણી થતી હોય તો પિતાની હાલની ઉંમર નો તફાવત કેટલો થાય?
ત્રણ ગણી થતી હોય તો પિતાની હાલની ઉંમર નો તફાવત કેટલો થાય?
જવાબ:
30
પ્રશ્ન 133
કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 20 સે. મી. અને 15 સે. મી. હોય તો કર્ણનું માપ
કેટલું થાય ?
કેટલું થાય ?
જવાબ:
25 સે.મી.
પ્રશ્ન 134
2Fe + 6HCl → .................. + 3H2
જવાબ:
2FeCl3
પ્રશ્ન 135
લંબાઈના માપન એકમને ચઢતા ક્રમમાં ગોઠવતા સાચું કયું છે?
જવાબ:
મીલીમીટર, સેન્ટીમીટર, ડેસીમીટર, મીટર (અહીં હેક્ટોમીટર પણ હોઈ શકે)
પ્રશ્ન 136
બે અરીસા વચ્ચેના ખૂણાનું માપ 60° હોય તો કેટલા પ્રતિબિંબ મળે?
જવાબ:
5
પ્રશ્ન 137
નીચેનામાંથી કયું ભૂમિગત પ્રકાંડ નથી ?
જવાબ:
શક્કરિયું
પ્રશ્ન 138
પાંચ-દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહીં ! લીટી દોરેલ શબ્દનો સમાસ જણાવો. (પાંચ-દસ)
જવાબ:
દ્વન્દ્વ સમાસ
પ્રશ્ન 139
"કવિ-શિરોમણિ' નું માન કોને મળ્યું છે ?
જવાબ:
પ્રેમાનંદ
પ્રશ્ન 140
નીચે પૈકી કયું સર્જન ઝવેરચંદ મેઘાણીનું નથી -
જવાબ:
આભના ખેવૈયા
પ્રશ્ન 141
નીંદણ દૂર કરવા કયા સાધનો વપરાય છે?
જવાબ:
ખરપી, કોદાળી વગેરે (તમામ)
પ્રશ્ન 142
હથોડી, એરણ, પેંગડુ શરીરમાં ક્યાં આવેલું છે?
જવાબ:
કાનમાં
પ્રશ્ન 143
સંધિ છોડો: નાવિક
જવાબ:
નૌ + ઈક
પ્રશ્ન 144
‘આ મુદ્દો મેં વર્ગખંડમાં સમજાવ્યો ત્યારે તમે શું કરતા હતા?' નો સાચો અનુવાદ કયો છે ?
જવાબ:
What were you doing when I explained this point in the classroom?
પ્રશ્ન 145
“સુધાકર” શબ્દનો પર્યાય શબ્દ આપો.
જવાબ:
ચંદ્ર
પ્રશ્ન 146
“અગિયાર ગણી જવા' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
જવાબ:
નાસી જવું
પ્રશ્ન 147
મૂળાક્ષરોની ઓળખ માટે નીચેની કઈ રીત વધુ યોગ્ય છે?
જવાબ:
ફ્લેશ કાર્ડ દ્વારા
પ્રશ્ન 148
ક્ષમતા ક્રમાંક - 2.1.2 માં વચ્ચેના 1 નો અંક શું દર્શાવે છે ?
જવાબ:
વિષયાંગ
પ્રશ્ન 149
‘હું ગાંધીનગર જાઉં છું.” – આ વાક્યને સંસ્કૃતમાં કઈ રીતે લખાય ?
જવાબ:
अहं गान्धीनगरं गच्छामि ।
પ્રશ્ન 150
ભારતનું રાષ્ટ્રિય પંચાંગ કયું છે? (આ પ્રશ્ન ખૂટે છે, ઉમેરેલ છે)
જવાબ:
શક સંવત
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો