Advanced Spoken English Structures with Gujarati Meaning (Daily Use Sentences)

13 Advanced Spoken English Structures

રોજબરોજ વપરાતા વાક્યો (Daily Use Sentences) ની સરળ વાક્યરચનાઓ

🔊 સૂચના: કોઈપણ ઉદાહરણના અંગ્રેજી વાક્ય પર ક્લિક કરો અને તેનો સાચો ઉચ્ચાર સાંભળો. પ્રેક્ટિસ માટેના વાક્યો જાતે બનાવો.

1 Can't live without... (...ના વગર રહી શકતો નથી)

💡 Tip: આ Structure તમારી પસંદ, આદત કે જરૂરિયાત વાળી વસ્તુઓ બતાવવા વપરાય છે.

📝 Examples:

  • I can't live without tea. → હું ચા પીધા વિના રહી શકતો નથી.
  • She can't live without phone. → તેણી ફોન વિના રહી શકતી નથી.
  • I can't live without watching TV. → હું ટીવી જોયા વિના રહી શકતો નથી.
  • We can't live without music. → અમે સંગીત વિના રહી શકતા નથી.

2 Eventually... (આખરે / અંતે)

💡 Tip: લાંબા સમય કે રાહ જોયા પછી કોઈ કામ થાય, ત્યારે 'Eventually' વપરાય છે.

📝 Examples:

  • Eventually, I got a job. → આખરે મને નોકરી મળી ગઈ.
  • Eventually, she forgave me. → આખરે તેણે મને માફ કરી દીધો.
  • Eventually, we reached on time. → આખરે અમે સમયસર પહોંચી ગયા.
  • Eventually, he told the truth. → આખરે તેણે સાચું કહી દીધું.

3 There is no need to + V1 (...કરવાની કોઈ જરૂર નથી)

💡 Tip: જ્યારે વિનમ્રતાથી ના પાડવી હોય ત્યારે આ Structure નો ઉપયોગ કરો.

📝 Examples:

  • There is no need to go. → જવાની કોઈ જરૂર નથી.
  • There is no need to use phone. → ફોન વાપરવાની કોઈ જરૂર નથી.
  • There is no need to cook poha. → પૌંઆ બનાવવાની કોઈ જરૂર નથી.
  • There is no need to ____________. → લડવાની કોઈ જરૂર નથી. (જાતે બનાવો: fight)

4 Feel like + V-ing (...કરવાનું મન થાય છે)

💡 Tip: દિલની વાત કે મનની ઈચ્છા અંગ્રેજીમાં કહેવાની સૌથી સુંદર રીત!

📝 Examples:

  • I feel like going out. → મારું બહાર ફરવા જવાનું મન છે.
  • I feel like having tea. → મારું ચા પીવાનું મન થાય છે.
  • I feel like practicing English. → મારું અંગ્રેજીની પ્રેક્ટિસ કરવાનું મન છે.
  • I feel like taking a rest today. → મારું આજે આરામ કરવાનું મન છે.

5 For the time being... (હાલ પૂરતું / અત્યાર પૂરતું)

💡 Tip: જ્યારે કોઈ કામ કે સ્થિતિ માત્ર થોડા સમય (Temporary) માટે હોય.

📝 Examples:

  • For the time being, I am focusing on my English. → હાલ પૂરતું, હું મારા અંગ્રેજી પર ધ્યાન આપી રહ્યો છું.
  • For the time being, I am looking for a job. → હાલ પૂરતું, હું નોકરી શોધી રહ્યો છું.
  • For the time being, we are working from home. → હાલ પૂરતું, અમે ઘરેથી કામ કરી રહ્યા છીએ.
  • For the time being, she is resting. → હાલ પૂરતું, તેણી આરામ કરી રહી છે.

6 Sooner or later... + will (આજે નહીં તો કાલે)

💡 Tip: ભવિષ્યમાં કોઈ કામ જરૂર થશે તેવો ઈરાદો વ્યક્ત કરવા.

📝 Examples:

  • Sooner or later, I will call. → આજે નહીં તો કાલે, હું કૉલ કરીશ.
  • Sooner or later, you will come at my home. → આજે નહીં તો કાલે, તમે મારા ઘરે આવશો.
  • Sooner or later, Shivani will cook poha. → આજે નહીં તો કાલે, શિવાની પૌંઆ બનાવશે.
  • Sooner or later, I ____________. → આજે નહીં તો કાલે, હું fluent English બોલીશ. (જાતે બનાવો: will speak)

7 am/is/are + used to + V-ing (...ની આદત છે)

💡 Tip: જ્યારે તમને વર્તમાનમાં કોઈ કામ કરવાની આદત પડી ગઈ હોય (રૂટીન બની ગયું હોય).

📝 Examples:

  • I am used to waking up early. → મને સવારે વહેલા ઉઠવાની આદત છે.
  • She is used to speaking in English. → તેને અંગ્રેજીમાં વાત કરવાની આદત છે.
  • We are used to studying together. → અમને સાથે ભણવાની આદત છે.
  • They are used to working late at night. → તેઓને મોડી રાત સુધી કામ કરવાની આદત છે.

8 From today onwards... (આજ પછી / આજથી)

💡 Tip: આજથી કોઈ નવો નિયમ કે આદત શરૂ કરવા માટે. (શરૂઆત બતાવવા).

📝 Examples:

  • From today onwards, I will not wake up late. → આજ પછી, હું મોડો નહીં ઉઠું.
  • From today onwards, you will speak in English. → આજ પછી, તમે અંગ્રેજીમાં વાત કરશો.
  • From today onwards, Shivani will cook poha every day. → આજ પછી, શિવાની રોજ પૌંઆ બનાવશે.
  • From today onwards, I ____________. → આજ પછી, હું રોજ English પ્રેક્ટિસ કરીશ. (જાતે બનાવો: will practice)

9 Should have + V3 (...કરવું જોઈતું હતું)

💡 Tip: ભૂતકાળમાં કોઈ કામ ન કર્યાનો પસ્તાવો (Regret) દર્શાવવા.

📝 Examples:

  • I should have called. → મારે ફોન કરી દેવો જોઈતો હતો.
  • You should have told the truth. → તમારે સાચું કહી દેવું જોઈતું હતું.
  • We should have eaten poha. → આપણે પૌંઆ ખાઈ લેવા જોઈતા હતા.
  • She should have practiced. → તેણે પ્રેક્ટિસ કરવી જોઈતી હતી.

10 Both of us... (આપણે બંને / અમે બંને)

💡 Tip: બે લોકો સાથે મળીને કંઈક કરવાના હોય, ત્યારે "Both of us" નો ઉપયોગ થાય છે.

📝 Examples:

  • Both of us will study together. → આપણે બંને સાથે ભણીશું.
  • Both of us will speak in English. → આપણે બંને અંગ્રેજીમાં વાત કરીશું.
  • Both of us will go out today. → આપણે બંને આજે બહાર જઈશું.
  • Both of us will do this work together. → આપણે બંને આ કામ મળીને કરીશું.

11 Having to + V1 (...કરવું પડી રહ્યું છે)

💡 Tip: જ્યારે કોઈ કામ મજબૂરીમાં (વગર ઇચ્છાએ) કરવું પડી રહ્યું હોય ત્યારે વપરાય છે.

📝 Examples:

  • I am having to work overtime. → મારે ઓવરટાઇમ કરવો પડી રહ્યો છે.
  • She is having to wake up early. → તેને જલ્દી ઉઠવું પડી રહ્યું છે.
  • We are having to drive car. → અમારે કાર ચલાવવી પડી રહી છે.
  • They are having to do this work again. → તેઓએ આ કામ ફરીથી કરવું પડી રહ્યું છે.

12 It doesn't befit... (...શોભા નથી આપતું)

💡 Tip: જ્યારે કોઈ કામ કોઈના ચારિત્ર્ય કે વ્યક્તિત્વ મુજબ ન હોય, ત્યારે આ Structure વપરાય છે.

📝 Examples:

  • It doesn't befit you to tell lies. → તને જૂઠું બોલવું શોભા નથી આપતું.
  • It doesn't befit you to get angry. → તને ગુસ્સો કરવો શોભા નથી આપતું.
  • It doesn't befit you to ride a bike. → તને બાઇક ચલાવવી શોભા નથી આપતી.
  • It doesn't befit you to give up. → તારે હાર માનવી શોભા નથી આપતી.

13 Fond of... (...નો શોખીન છું)

💡 Tip: કોઈ વસ્તુ કે કામમાં રુચિ (રસ) બતાવવા માટે આ Structure નો પ્રયોગ થાય છે.

📝 Examples:

  • I am fond of tea. → હું ચા નો શોખીન છું.
  • He is fond of cricket. → તે ક્રિકેટ નો શોખીન છે.
  • Shivani is fond of reading books. → શિવાનીને પુસ્તકો વાંચવાનો શોખ છે.
  • I am fond of learning English. → હું અંગ્રેજી શીખવાનો શોખીન છું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ધોરણ 3 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 47 પ્રશ્નો | Exam Guru

ધોરણ 4 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 50 પ્રશ્નો | Exam Guru

ધોરણ 6 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 57 પ્રશ્નો | Exam Guru