ધોરણ ૭ ગુજરાતી પાઠ ૧૦: ગુજરાતનાં ગરવાં લોકગાયિકા - સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન
ભાગ ૧: સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન
એકમ ૧૦: ગુજરાતનાં ગરવાં લોકગાયિકા (ધોરણ ૭ - ગુજરાતી પલાશ)
| શબ્દ | અર્થ | વાક્યપ્રયોગ |
|---|---|---|
| પરંપરા | ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ | ભારતમાં અતિથિ સત્કારની એક મહાન પરંપરા છે. |
| શાસ્ત્રીય | શાસ્ત્રશુદ્ધ | પંડિત રવિશંકર શાસ્ત્રીય સંગીતના મહાન કલાકાર હતા. |
| ધગશ | ઉત્કટતા, ઉત્સાહ | દિવાળીબેનમાં સંગીત શીખવાની ભારે ધગશ હતી. |
| સ્વાવલંબન | પોતાના પર આધાર રાખનાર, સ્વનિર્ભરતા | ગાંધીજી હંમેશા યુવાનોને સ્વાવલંબનનો પાઠ ભણાવતા. |
| રઝળપાટ | રઝળ્યા કરવું તે, મહેનત | આખો દિવસ રઝળપાટ કર્યા પછી હેમુભાઈને સફળતા મળી. |
| નૈસર્ગિક | કુદરતી | દિવાળીબેન પાસે ગાવાની નૈસર્ગિક પ્રતિભા હતી. |
| પુરસ્કાર | ઇનામ, ભેટ | દિવાળીબેનને ભારત સરકાર તરફથી 'પદ્મશ્રી' પુરસ્કાર મળ્યો. |
| બેજોડ | જેની કોઈ જોડ ન હોય તેવું (અજોડ) | ગુજરાતી લોકસંગીતમાં દિવાળીબેનનું પ્રદાન બેજોડ છે. |
- કડવો ઘૂંટડો ગળવો: મન મનાવી લેવું / અપમાન સહન કરી લેવું.
વાક્ય: લગ્નજીવન ભાંગી પડતાં દિવાળીબેને સંસારના નામે કડવો ઘૂંટડો ગળી લીધો. - આકાશ આંબવું: બહુ ઊંચી સિદ્ધિ મેળવવી.
વાક્ય: પોતાની મહેનતથી રાકેશે વેપારમાં આકાશ આંબી લીધું. - ઘસાઈને ઊજળા થવું: બીજાને સહાયરૂપ થઈ કામ કરીને સંતોષ મેળવવો.
વાક્ય: સાચા સમાજસેવકો હંમેશાં ઘસાઈને ઊજળા થવામાં માને છે. - ડંકો વગાડવો: છાપ બેસાડવી, વિજય મેળવવો.
વાક્ય: દિલ્હીના મહોત્સવમાં દિવાળીબેને ગુજરાતનો ડંકો વગાડ્યો. - પડકાર ઝીલવો: કામ પાર પાડવાનું સ્વીકારી લેવું.
વાક્ય: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતવાનો પડકાર ઝીલી લીધો. - કહેવત - એક સાંધે ત્યાં તેર તૂટે: એક મુશ્કેલીથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી અનેક મુશ્કેલી આવી પડે.
વાક્ય: ગરીબ પરિવારમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી ખરાબ સ્થિતિ હોય છે. - કહેવત - કામ કર્યું તેણે કામણ કર્યું: કામ કરનાર સૌને પ્રિય લાગે.
વાક્ય: દિવાળીબેને હોસ્પિટલમાં એટલી મહેનત કરી કે સૌ કહેતા, કામ કર્યું તેણે કામણ કર્યું.
- ૧. તમે જાણતાં હો તેવાં ગાયિકા/ગાયકનાં નામ કહો. ઉત્તર: લતા મંગેશકર, હેમુ ગઢવી, કિંજલ દવે, ગીતા રબારી, ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ વગેરે.
- ૨. બાળ ગાયક કલાકારનાં નામ કહો. ઉત્તર: તથ્ય ગઢવી, આયુષ, રોહન વગેરે.
- ૩. તમને કયાં ગાયિકા/ગાયક સાંભળવાં ગમે છે? કેમ? ઉત્તર: મને ઓસમાણ મીર સાંભળવા ગમે છે, કારણ કે તેમનો અવાજ ખૂબ જ મધુર છે અને તેઓ ભજનો ખૂબ ભાવપૂર્વક ગાય છે.
- ૪. તમે ક્યારેય જાહેરમાં ગીત ગાયું છે? ક્યારે? કયું? ઉત્તર: હા, મેં અમારી શાળાના વાર્ષિકોત્સવમાં 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' ભજન જાહેરમાં ગાયું હતું.
- ૫. ગીત-સંગીતને લગતા ટી.વી. પર આવતા કાર્યક્રમો જુઓ છો? કયા કયા? ઉત્તર: હા, હું ટીવી પર 'ઇન્ડિયન આઇડલ' અને 'સા રે ગા મા પા' જેવા સંગીતના કાર્યક્રમો જોઉં છું.
- ૧. લગભગ નવેક વર્ષની ઉંમરે દિવાળીબેન પિતા સાથે જૂનાગઢ આવ્યાં.
→ સાચું - ૨. દિવાળીબેને લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી.
→ ખોટું (તેમણે કોઈ તાલીમ નહોતી લીધી). - ૩. વીસેક વર્ષની ઉંમરે બાલમંદિરમાં તેડાગર રૂપે કામ સ્વીકાર્યું.
→ ખોટું (હોસ્પિટલમાં નોકરી સ્વીકારી હતી). - ૪. હેમુભાઈએ દિવાળીબેનના કંઠની તાકાત પારખી.
→ સાચું - ૫. દિવાળીબેન લોકસંગીત મહોત્સવ-દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યાં.
→ સાચું - ૬. અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રોમાં 'પાર્શ્વગાયિકા' તરીકે આમંત્રણ આપ્યું.
→ ખોટું (કલ્યાણજીભાઈએ આમંત્રણ આપ્યું હતું).
જાહેરાતની વિગત: ક્લસ્ટર કક્ષા (ધોરણ 6 થી 8) કલા-ઉત્સવ.
ચિત્રસ્પર્ધા (2 કલાક), બાળકવિ (1 કલાક), સંગીત સ્પર્ધા (5 મિનિટ).
ઇનામ: પ્રથમ - ૩૦૦ રૂ., દ્વિતીય - ૨૦૦ રૂ., તૃતીય - ૧૦૦ રૂ.
ચિત્રસ્પર્ધા (2 કલાક), બાળકવિ (1 કલાક), સંગીત સ્પર્ધા (5 મિનિટ).
ઇનામ: પ્રથમ - ૩૦૦ રૂ., દ્વિતીય - ૨૦૦ રૂ., તૃતીય - ૧૦૦ રૂ.
- ૧. ક્લસ્ટર કક્ષાએ શેનું આયોજન થવાનું છે?
→ ક્લસ્ટર કક્ષાએ કલા-ઉત્સવનું આયોજન થવાનું છે. - ૨. આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે?
→ આ ઉત્સવમાં ચિત્રસ્પર્ધા, બાળકવિ સ્પર્ધા અને સંગીત સ્પર્ધા (ગાયન-વાદન) માં ભાગ લઈ શકાશે. - ૩. કઈ સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ ૫ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે?
→ સંગીત સ્પર્ધામાં પ્રસ્તુતિ ૫ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. - ૪. એક વિદ્યાર્થીને 200 રૂપિયા ઈનામ મળે છે. તેણે કયો ક્રમ મેળવ્યો હશે?
→ તેણે દ્વિતીય (બીજો) ક્રમ મેળવ્યો હશે. - ૫. એક વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરે છે. શું તે ભાગ લઈ શકશે? કેમ?
→ ના, તે ભાગ લઈ શકશે નહીં. કારણ કે આ કલા-ઉત્સવ માત્ર ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે જ છે. - ૬. કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે?
→ ચિત્રસ્પર્ધાનો સમય સૌથી વધુ (૨ કલાક) છે. - ૭. સૌથી ઓછું ઈનામ કયા ક્રમાંક માટે કેટલું છે?
→ સૌથી ઓછું ઈનામ તૃતીય (ત્રીજા) ક્રમાંક માટે ૧૦૦ રૂપિયા છે.
ક્રિયાવિશેષણ એટલે શું?
- ક્રિયા, ઘટના કે સ્થિતિ કેવી રીતે થાય છે, તે બતાવનાર પદને 'ક્રિયાવિશેષણ' કહે છે.
- ઉદાહરણ: પાર્થે ગીત સુંદર ગાયું. (અહીં 'સુંદર' એ ગાવાની ક્રિયાનું ક્રિયાવિશેષણ છે, કારણ કે કેવું ગાયું તે દર્શાવે છે).
વાક્યોમાં ક્રિયાવિશેષણ શોધો અને તેના પરથી બીજું વાક્ય બનાવો:
- ૧. મેના ખૂબ ધીમેથી બોલે છે.
→ નવું વાક્ય: દાદાજી ધીમેથી ચાલે છે. - ૨. કૃષ્ણે ઝડપથી ચાલવા માંડ્યું.
→ નવું વાક્ય: ટ્રેન આવતી જોઈ રમેશ ઝડપથી દોડ્યો. - ૩. આજે પણ એને ઘણું મોડું થયું.
→ નવું વાક્ય: મહેમાનો ઘણું મોડું જમવા બેઠા. - ૪. શું થાય છે તે જોવા એણે નજર ઝીણી કરી.
→ નવું વાક્ય: સોયમાં દોરો પરોવવા દાદીએ આંખો ઝીણી કરી.
ફકરાની ભૂલો સુધારીને લખો:
રોજ સાંજે બંસરીના ઓટલે એની બહેનપણીઓની ટોળી જામતી. બંસરીનાં દાદીમા સૌને અલકમલકની વાતો કહેતાં. બધાંને બહુ મજા પડતી. આજે પણ ટોળી જામી હતી. ત્યાં બંસરીની બહેનપણીએ આવતાંવેંત વધાઈ ખાધી : “દાદીમા, દાદીમા ! તમને ખબર છે, આજે બંસરીને ઈનામમાં ચોપડી મળી!”
- ૧. બાળપણથી જ દિવાળીબેન સમજદાર હતાં એમ શાના આધારે કહી શકાય? ઉત્તર: નાની ઉંમરે દિવાળીબેનનાં લગ્ન થયાં હતાં અને માત્ર બે જ દિવસમાં તેમને સાસરેથી પાછા મોકલી દેવાયા. આ દુઃખમાં રડવાને બદલે તેઓ સમજતા હતા કે ગરીબ પિતાને ભારરૂપ ન થવું જોઈએ. 'લૂગડાંને થીંગડુ દઈ શકાય પણ પેટને નહિ' એ સમજીને તેઓ આજીવિકા માટે કામે વળગ્યા. આ પરથી કહી શકાય કે તેઓ બાળપણથી જ ખૂબ સમજદાર હતાં.
- ૨. દિવાળીબેન લોકગાયિકા બન્યાં એમાં તેમની માતાનું શું યોગદાન હતું? ઉત્તર: દિવાળીબેને સંગીતની કોઈ જ શાસ્ત્રીય તાલીમ લીધી નહોતી. તેમના માતા મોંઘીબેન ઘરકામ કરતાં, દળતાં-ખાંડતાં ગીતો ગાતાં. નાનકડી દિવાળી તેમને ધ્યાનથી સાંભળીને ઝીલ્યા કરતી હતી. માતાના આ ગીતોમાંથી જ તેમને ગાવાની પ્રેરણા અને સંસ્કાર મળ્યા, જે તેમનું મહાન યોગદાન છે.
- ૩. દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર શી રીતે ગુંજતો થયો? ઉત્તર: એકવાર નવરાત્રિમાં મહાન લોકગાયક હેમુ ગઢવીએ જૂનાગઢમાં રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો. તેમણે આકાશવાણી (રેડિયો) પર તેમનું પ્રથમ રેકોર્ડિંગ કરાવ્યું, જેમાં 'ફૂલ ઊતર્યાં ફૂલવાડીએ' ગીત રેકોર્ડ થયું. રેડિયો પર પ્રસારિત થયા પછી તેમનો જાદુઈ અવાજ આખા ગુજરાતમાં ઘેર-ઘેર ગુંજતો થયો.
- ૪. દિવાળીબેનને કોણે કોણે શી રીતે મદદ કરી? ઉત્તર: હેમુ ગઢવીએ તેમને આકાશવાણી સુધી પહોંચાડીને લોકસંગીતનું પ્લેટફોર્મ આપ્યું. સમાજસેવક રતુભાઈ અદાણીએ તેમને દિલ્હી મહોત્સવમાં મોકલ્યા. સંગીતકાર કલ્યાણજીભાઈએ તેમને ૧૧૧ રૂપિયા આપી નવાજ્યાં અને અવિનાશ વ્યાસે તેમને 'જેસલ તોરલ' જેવી ફિલ્મોમાં પાર્શ્વગાયન માટે તક આપીને મદદ કરી.
ભાગ ૨: એકમ કસોટી
કુલ ગુણ: ૨૫ | વિષય: ગુજરાતી (પલાશ) | ધોરણ: ૭
એકમ કસોટી - પાઠ ૧૦
વિષય: ગુજરાતી
કુલ ગુણ: ૨૫
પ્રશ્ન ૧: નીચે આપેલા શબ્દોના અર્થ અને રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય બનાવો. [૫ ગુણ]
(અધ્યયન નિષ્પત્તિ 6.1: અપરિચિત શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થની ધારણા કરે છે.)
૧. નૈસર્ગિક (શબ્દાર્થ)
૨. સ્વાવલંબન (શબ્દાર્થ)
૩. કડવો ઘૂંટડો ગળવો (રૂઢિપ્રયોગ)
૪. આકાશ આંબવું (રૂઢિપ્રયોગ)
૫. ડંકો વગાડવો (રૂઢિપ્રયોગ)
૨. સ્વાવલંબન (શબ્દાર્થ)
૩. કડવો ઘૂંટડો ગળવો (રૂઢિપ્રયોગ)
૪. આકાશ આંબવું (રૂઢિપ્રયોગ)
૫. ડંકો વગાડવો (રૂઢિપ્રયોગ)
પ્રશ્ન ૨: નીચેનાં વાક્યો સાચાં છે કે ખોટાં તે જણાવો. જો ખોટું હોય તો સુધારીને લખો. [૫ ગુણ]
(અધ્યયન નિષ્પત્તિ 2.1: હેતુ અનુસાર વિગતો તારવે છે.)
૧. દિવાળીબેન લોકસંગીત મહોત્સવ-દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યાં.
૨. દિવાળીબેને લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી.
૩. અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રોમાં 'પાર્શ્વગાયિકા' તરીકે આમંત્રણ આપ્યું.
૪. વીસેક વર્ષની ઉંમરે બાલમંદિરમાં તેડાગર રૂપે કામ સ્વીકાર્યું.
૫. હેમુભાઈએ દિવાળીબેનના કંઠની તાકાત પારખી.
૨. દિવાળીબેને લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી.
૩. અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રોમાં 'પાર્શ્વગાયિકા' તરીકે આમંત્રણ આપ્યું.
૪. વીસેક વર્ષની ઉંમરે બાલમંદિરમાં તેડાગર રૂપે કામ સ્વીકાર્યું.
૫. હેમુભાઈએ દિવાળીબેનના કંઠની તાકાત પારખી.
પ્રશ્ન ૩: ભાષા સજ્જતા - નીચે આપેલાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધો. [૫ ગુણ]
(અધ્યયન નિષ્પત્તિ 5.1: ભાષારચનાના ઘટકોનો ઉપયોગ કરી વાક્યરચના કરે છે.)
૧. મેના ખૂબ ધીમેથી બોલે છે.
૨. કૃષ્ણે ઝડપથી ચાલવા માંડ્યું.
૩. આજે પણ એને ઘણું મોડું થયું.
૪. શું થાય છે તે જોવા એણે નજર ઝીણી કરી.
૫. મારો ઘોડો ધમધમ ચાલે છે.
૨. કૃષ્ણે ઝડપથી ચાલવા માંડ્યું.
૩. આજે પણ એને ઘણું મોડું થયું.
૪. શું થાય છે તે જોવા એણે નજર ઝીણી કરી.
૫. મારો ઘોડો ધમધમ ચાલે છે.
પ્રશ્ન ૪: નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર લખો. [૫ ગુણ]
(અધ્યયન નિષ્પત્તિ 3.3: વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.)
૧. દિવાળીબેનને ગાવાની પ્રેરણા કોની પાસેથી મળી?
૨. દિવાળીબેને આજીવિકા માટે કયા કયા કામ કર્યા?
૩. આકાશવાણી માટે રેકોર્ડ થયેલું તેમનું પ્રથમ લોકગીત કયું હતું?
૪. ફિલ્મ ‘જેસલ તોરલ’ માં દિવાળીબેને કયું ગીત ગાયું હતું?
૫. દિવાળીબેનને ભારત સરકાર તરફથી કયો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો હતો?
૨. દિવાળીબેને આજીવિકા માટે કયા કયા કામ કર્યા?
૩. આકાશવાણી માટે રેકોર્ડ થયેલું તેમનું પ્રથમ લોકગીત કયું હતું?
૪. ફિલ્મ ‘જેસલ તોરલ’ માં દિવાળીબેને કયું ગીત ગાયું હતું?
૫. દિવાળીબેનને ભારત સરકાર તરફથી કયો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો હતો?
પ્રશ્ન ૫: નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. (કોઈપણ બે) [૫ ગુણ]
(અધ્યયન નિષ્પત્તિ 4.9: વાક્ય કે પંક્તિઓનો સદષ્ટાંત વિચારવિસ્તાર કરે છે.)
૧. બાળપણથી જ દિવાળીબેન સમજદાર હતાં એમ શાના આધારે કહી શકાય?
૨. દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર શી રીતે ગુંજતો થયો? (આકાશવાણીનો પ્રસંગ)
૩. દિવાળીબેનને કોણે કોણે શી રીતે મદદ કરી?
૨. દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર શી રીતે ગુંજતો થયો? (આકાશવાણીનો પ્રસંગ)
૩. દિવાળીબેનને કોણે કોણે શી રીતે મદદ કરી?
--- Best of Luck ---
પ્રશ્ન ૧: શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ
- ૧. નૈસર્ગિક: કુદરતી. (દિવાળીબેન પાસે ગાવાની નૈસર્ગિક પ્રતિભા હતી).
- ૨. સ્વાવલંબન: પોતાના પર આધાર રાખનાર. (ગાંધીજી સ્વાવલંબનનો પાઠ ભણાવતા).
- ૩. કડવો ઘૂંટડો ગળવો: અપમાન સહન કરી લેવું. (લગ્નજીવન તૂટતાં દિવાળીબેને કડવો ઘૂંટડો ગળી લીધો).
- ૪. આકાશ આંબવું: બહુ ઊંચી સિદ્ધિ મેળવવી. (પોતાની મહેનતથી રાકેશે વેપારમાં આકાશ આંબી લીધું).
- ૫. ડંકો વગાડવો: વિજય મેળવવો. (દિવાળીબેને દિલ્હીમાં ગુજરાતનો ડંકો વગાડ્યો).
પ્રશ્ન ૨: ખરા-ખોટા અને સુધારો
- ૧. ખરું.
- ૨. ખોટું. (તેમણે કોઈ જ શાસ્ત્રીય તાલીમ નહોતી લીધી).
- ૩. ખોટું. (કલ્યાણજીભાઈએ પાર્શ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું હતું).
- ૪. ખોટું. (વીસેક વર્ષની ઉંમરે હોસ્પિટલમાં નોકરી સ્વીકારી હતી).
- ૫. ખરું.
પ્રશ્ન ૩: ક્રિયાવિશેષણ
- ૧. ખૂબ ધીમેથી
- ૨. ઝડપથી
- ૩. ઘણું મોડું
- ૪. ઝીણી
- ૫. ધમધમ
પ્રશ્ન ૪: એક-બે વાક્યમાં ઉત્તર
- ૧. દિવાળીબેનને ગાવાની પ્રેરણા તેમનાં માતા મોંઘીબેન પાસેથી મળી.
- ૨. દિવાળીબેને આજીવિકા માટે બાલમંદિરમાં તેડાગર, હોસ્પિટલમાં નોકરી અને રસોઈ બનાવવાનું કામ કર્યું.
- ૩. રેડિયો માટે રેકોર્ડ થયેલું તેમનું પ્રથમ લોકગીત 'ફૂલ ઊતર્યાં ફૂલવાડીએ રે લોલ!' હતું.
- ૪. ફિલ્મ ‘જેસલ તોરલ’ માં દિવાળીબેને ‘પાપ તારું પરકાશ...’ ગીત ગાયું હતું.
- ૫. દિવાળીબેનને ભારત સરકાર તરફથી 'પદ્મશ્રી' પુરસ્કાર મળ્યો હતો.
પ્રશ્ન ૫: સવિસ્તર ઉત્તર (કોઈ પણ બે)
- ૧. દિવાળીબેનની સમજદારી: નાની ઉંમરે લગ્ન તૂટી પડવાથી સાસરેથી પાછા મોકલી દેવાયા. આ દુઃખમાં રડવાને બદલે તેઓ સમજતા હતા કે ગરીબ પિતાને ભારરૂપ ન થવું જોઈએ. 'લૂગડાંને થીંગડુ દઈ શકાય પણ પેટને નહિ' એ સમજીને તેઓ આજીવિકા માટે કામે વળગ્યા.
- ૨. આકાશવાણીનો પ્રસંગ: એકવાર નવરાત્રિમાં મહાન લોકગાયક હેમુ ગઢવીએ રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો. તેમણે આકાશવાણી પર તેમનું પ્રથમ રેકોર્ડિંગ કરાવ્યું ('ફૂલ ઊતર્યાં ફૂલવાડીએ'). આ રેકોર્ડિંગ પછી તેમનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થયો.
- ૩. કોણે મદદ કરી?: હેમુ ગઢવીએ તેમને આકાશવાણી સુધી પહોંચાડી. સમાજસેવક રતુભાઈ અદાણીએ તેમને દિલ્હી મહોત્સવમાં મોકલ્યા. સંગીતકાર કલ્યાણજીભાઈએ ૧૧૧ રૂપિયા આપી ફિલ્મોમાં ગાવા બોલાવ્યા અને અવિનાશ વ્યાસે 'જેસલ તોરલ' માં તક આપી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો