ધોરણ ૭ ગુજરાતી પાઠ ૩: અમારી કામધેનુ (આત્મકથાખંડ) - સ્માર્ટ ક્લાસ આયોજન
પાઠ ૩: અમારી કામધેનુ (આત્મકથાખંડ)
ધોરણ ૭ | વિષય: ગુજરાતી (પલાશ) | લેખક: ચંદ્રકાંત પંડ્યા
🎯 અધ્યયન પદ્ધતિ અને પ્રયુક્તિઓ: આદર્શ વાચન, કથન-ચર્ચા પદ્ધતિ, દૃષ્ટાંત પ્રયુક્તિ અને માઇક્રો-ટીચિંગ દ્વારા મૂલ્યાંકન. (વિદ્યાર્થીઓને પ્રાણીપ્રેમ વિશે પોતાના અનુભવો રજૂ કરવા કહેવું).
ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા ચરોતરના વતની હતા. તેઓ નવસારીની હાઈસ્કૂલમાં શિક્ષક હતા. આ ઉપરાંત પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા હતા. આઝાદીની ચળવળમાં એમણે સક્રિયપણે ભાગ લીધો હતો. ‘જ્વાળા અને જ્યોત’, ‘બાનો ભીખુ’, 'સુદામે દીઠી દ્વારામતી' અને ‘ઘડીક સંગ શ્યામ રંગનો' એમનાં જાણીતાં પુસ્તકો છે.
લેખકના જાણીતા પુસ્તક ‘બાનો ભીખુ’માંથી આ પાઠ લેવામાં આવ્યો છે. અબોલ પ્રાણી સાથેના મનુષ્યના સહજીવનનું આસ્વાદ્ય નિરૂપણ આ પાઠમાં છે. બોડી ગાય લેખકના ઘરના સભ્ય જેવી જ બની ગઈ હતી. વળી, ગામના લોકો પણ તેને બહુ જ આદર આપતા હતા એનું સુંદર બયાન અહીં મળે છે. લેખકની ભાષા સાદી, સરળ અને અસરકારક છે.

માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- લેખક ચંદ્રકાંત પંડ્યા ક્યાના વતની હતા? જવાબ: ચરોતરના.
- તેમણે કઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી હતી? જવાબ: નવસારીની હાઈસ્કૂલમાં.
- આ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? જવાબ: 'બાનો ભીખુ' પુસ્તકમાંથી.
- લેખકની જાણીતી રચનાઓનાં નામ આપો. જવાબ: ‘જ્વાળા અને જ્યોત’, ‘બાનો ભીખુ’, 'સુદામે દીઠી દ્વારામતી' વગેરે.
- આ પાઠમાં શેનું આસ્વાદ્ય નિરૂપણ છે? જવાબ: અબોલ પ્રાણી સાથેના મનુષ્યના સહજીવનનું.
LO 2.1 હેતુ અનુસાર વિગતો તારવે છે.
અમારે ત્યાં એક ગાય હતી. સફેદ રંગની કાઠિયાવાડી એ ગાય. ટંકે આઠ શેર દૂધ આપતી. એને શિંગડાં નહોતાં એટલે ઘરમાં સૌએ એનું નામ 'બોડી' પાડેલું. બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની અને દેખાવે સુંદર. અમારા કુટુંબની એ કામધેનુ હતી. ગમે ત્યારે દૂધની જરૂર પડે, વેળા-કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોહવા દે.
બીજી ગાયને દોહતી વખતે પગ બાંધવા પડે, નહિ તો લાત મારે. બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની સેર કાઢે તોય કશું ન કરે. ઘરનાં સૌને એ ઓળખે. પારકાંને એ બહુ છૂટ ન લેવા દે. પગ ઊંચો કરી દૂર ખસી જાય.

સમજૂતી: લેખકના ઘરે કાઠિયાવાડી ઓલાદની સફેદ ગાય હતી. શિંગડાં ન હોવાથી તેનું નામ 'બોડી' રાખેલું. તે ખૂબ જ શાંત અને ગરીબડા સ્વભાવની હતી. ઘરનું કોઈ પણ સભ્ય તેને દોહી શકતું. તેને પગ બાંધવાની પણ જરૂર નહોતી પડતી, પરંતુ જો કોઈ પારકી વ્યક્તિ આવે તો તે દૂર ખસી જતી.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- લેખકના ઘરે કયા રંગની અને કઈ ઓલાદની ગાય હતી? જવાબ: સફેદ રંગની કાઠિયાવાડી ગાય હતી.
- ગાયનું નામ 'બોડી' કેમ પાડવામાં આવ્યું હતું? જવાબ: કારણ કે ગાયને શિંગડાં નહોતાં.
- બોડી ગાય એક ટંકે કેટલું દૂધ આપતી હતી? જવાબ: આઠ શેર.
- બોડી ગાયનો સ્વભાવ કેવો હતો? જવાબ: એકદમ ગરીબડો અને શાંત સ્વભાવ.
- પારકા લોકો સાથે ગાય કેવું વર્તન કરતી? જવાબ: પારકાંને છૂટ ન લેવા દે અને પગ ઊંચો કરી દૂર ખસી જાય.
LO 6.1 અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે અને તારવે છે.
ઘણી વાર ગમ્મત ખાતર મેં પણ એનાં આંચળ ખેંચીને વાડકી ભરીને મારા જેટલું દૂધ કાઢ્યું હશે. બા-બાપુ અને ઘરનાં સૌ એને બહુ લાડ કરે, તેનો દરરોજ ખરેરો કરે. ડોકમાં હાથ ફેરવો તો ડોક ઊંચી કરી હાથ ફેરવવા દે. એને ખાસ લીલું ઘાસ ને સારી રીતે ભરેલો બાફણાંનો ટોપલો મળે. એનું દૂધ પણ મીઠું અને ગાઢું, મા મને દરરોજ સવારમાં એનું દૂધ જ આપે. ક્યારેક તો બા દોહતી હોય ત્યારે વાટકો લઈને હું ત્યાં ઊભો રહું અને બા તાજું ફીણવાળું શેડકઢું દૂધ ભરી દે તે હું ગટગટાવી જાઉં.
ગામના લોકો પણ ગાયમાતાને બહુ માન આપે. ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી આશકા લે. વારતહેવારે સ્ત્રીઓને કુમારિકાઓ એનું પૂજન કરે. સંક્રાંતિને દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે. આમ, બોડી ગાય ગામ આખાની લાડકી.

સમજૂતી: કુટુંબના સૌ સભ્યો ગાયને બહુ પ્રેમ કરતા. તેને ખાવામાં લીલું ઘાસ અને બાફણાં અપાતાં. લેખક પણ ગાય પાસે ઊભા રહીને તાજું દૂધ પીતા. માત્ર કુટુંબ જ નહીં, ગામના લોકો પણ શ્રદ્ધાથી ગાયમાતાનું પૂજન કરતા અને સંક્રાંતિના દિવસે તેને ઘૂઘરી ખવડાવતા.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- ઘરનાં સૌ સભ્યો બોડી ગાયની કેવી માવજત કરતા? જવાબ: તેને લાડ કરતા, દરરોજ ખરેરો કરતા અને લીલું ઘાસ ખવડાવતા.
- લેખકને દૂધ પીવું કેવી રીતે ગમતું? જવાબ: બા ગાય દોહતા હોય ત્યારે વાટકામાં તાજું ફીણવાળું શેડકઢું દૂધ પીવું ગમતું.
- ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો શું કરતા? જવાબ: તેના માથે હાથ મૂકીને આશકા લેતા.
- વારતહેવારે ગાયનું પૂજન કોણ કરતું હતું? જવાબ: ગામની સ્ત્રીઓ અને કુમારિકાઓ.
- લોકો સંક્રાંતિને દિવસે ગાયને શું ખવડાવતા? જવાબ: ઘૂઘરી.
LO 7.5 પોતાના અનુભવો સાથે ભાવાત્મક ઘટનાનું અનુસંધાન કરે છે.
બોડી ગાય અમારા ઘરની સ્વજન હોય એમ અમે એને ચાહીએ. એને ચોખ્ખાઈ બહુ ગમે. પીઠ, પગ, જીભથી ચાટીને ચોખ્ખાં રાખે. ગમે ત્યાં ગંદામાં બેસે નહિ. ગંદું કદીય ખાય નહિ. એનાં વાછરડાં પણ સુંદર. વાછરડાંને એ ચાટી-ચાટીને ચોખ્ખાં રાખે. અમે એને બહુ વહાલ કરીએ, એની સાથે રમીએ, એને નવડાવીએ. લીલી ચાર કાપીને અમારા હાથે ખવડાવીએ. બોડી ગાયનાં છાણ-મૂત્રની પણ બહુ માંગ રહેતી. સારા-નરસા પ્રસંગે લોકો બોડીનું છાણ લેવા આવતાં.
બોડીનો ઉબેલ સવા વરસનો. સવા વરસે વિયાય એટલે એનો વંશવેલો બહુ મોટો. વાછરડા મોટાં થાય એટલે બાપુને ખેતીના બળદ તરીકે કામ આવે. આજે પણ બોડી ગાયની બીજી પેઢી હયાત છે. એની પૌત્રી ‘રમલી ગાય’ આજે ધરમપુરમાં ઘણાં કુટુંબમાં બાપુની સ્મૃતિરૂપે જાણીતી છે. આજે પણ ધરમપુરમાં ઘણાં ઘરો “રમલી લે” કહી લાલચ આપી બોલાવે છે. તેને હાથ ફેરવે છે, એને માટે નિયમિત કંઈ ને કંઈ ખાવાનું રાખી મૂકે છે અને રમલી દરરોજ અમુક ઘરની નિયમિત મુલાકાત લે છે.

સમજૂતી: બોડી ગાયને સ્વચ્છતા ખૂબ પસંદ હતી. તે કોઈ દિવસ ગંદી જગ્યાએ બેસતી નહિ. ઘરના લોકો તેને જાતે લીલી ચાર કાપીને ખવડાવતા. તેના વાછરડાં ખેતીના કામમાં આવતા. આજે તેની પૌત્રી 'રમલી ગાય' પણ ગામમાં જાણીતી છે અને લોકો તેને પ્રેમથી જમાડે છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- બોડી ગાયને શું બહુ ગમતું હતું? જવાબ: ચોખ્ખાઈ (સ્વચ્છતા).
- લોકો સારા-નરસા પ્રસંગે શું લેવા આવતા? જવાબ: બોડી ગાયનું છાણ.
- બોડી ગાયનાં વાછરડાં મોટા થઈને શું કામ આવતા? જવાબ: બાપુને ખેતીના બળદ તરીકે કામ આવતા.
- બોડી ગાયની પૌત્રીનું નામ શું છે? જવાબ: રમલી ગાય.
- આજે રમલી ગાય કયા ગામમાં જાણીતી છે? જવાબ: ધરમપુરમાં.
LO 4.1 સ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા ભાષાકીય અભિવ્યક્તિ કરે છે.
જાનવરને મમતા આપો, પછી જુઓ એ શું નથી આપતાં! બા કહેતી કે, એક વાર ઘરમાં ચોર આવેલા. તે દિવસે બોડી ગાયે બરાડા પાડીને ફળિયાનાં સૌને જગાડ્યાં હતાં ને ચોર નાસી ગયા હતા. બાપુની ઠાઠડી નીકળી ત્યારે એણે કેટલાય ધમપછાડા કરી, ખીલેથી છૂટી નાસભાગ કરેલી.
બોડી ગાય કુટુંબની ખરેખર કામધેનુ હતી. બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ અમારા ગુજરાનનું સાધન હતી. ભેંસ હતી તે વરસને આંતરે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની બાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર જ અમારું કુટુંબ નભતું. એના દૂધની લાયણીના મહિને પચ્ચીસેક રૂપિયા આવતા. સોંઘારતનો જમાનો, બોડીનું બહુ ખર્ચ નહિ. નાનો ભાઈ અને નાની બહેન એટલાં જ ઘરમાં, એટલે અમારું પેટિયું નીકળતું.

સમજૂતી: અબોલ પ્રાણીને પ્રેમ આપીએ તો તે વફાદારી દર્શાવે છે. એકવાર ચોર આવ્યા ત્યારે ગાયે બરાડા પાડીને સૌને જગાડ્યા હતા. બાપુજીના અવસાન પછી આર્થિક સંકટના સમયે બોડી ગાય જ આખા કુટુંબનું ગુજરાન ચલાવવાનો આધાર બની હતી. દૂધના આવતા ૨૫ રૂપિયામાંથી ઘરનું પેટિયું રળાતું.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- ઘરમાં ચોર આવ્યા ત્યારે ગાયે શું કર્યું હતું? જવાબ: બરાડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા.
- બાપુની ઠાઠડી નીકળી ત્યારે બોડી ગાયે કેવું વર્તન કર્યું? જવાબ: એણે ધમપછાડા કરી, ખીલેથી છૂટીને નાસભાગ કરી હતી.
- બાપુજીના અવસાન પછી કુટુંબના ગુજરાનનું સાધન શું હતું? જવાબ: બોડી ગાય અને એક ભેંસ.
- બીજી ભેંસ કેમ ન ખરીદી શકાઈ? જવાબ: કારણ કે બાની આર્થિક સ્થિતિ સારી નહોતી અને ખેતર વેચાઈ ગયું હતું.
- બોડી ગાયના દૂધની લાયણીના મહિને કેટલા રૂપિયા આવતા? જવાબ: પચ્ચીસેક રૂપિયા.
બા કોઈને ત્યાં રાંધી, મજૂરી કરી ખોટ પૂરે, અમને ભણાવે છતાં મુખ્ય સાધન તો બોડી – એ જ અમારી કામધેનુ. એક વાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાયે ઉપાયો કરાવ્યા. બધા નિષ્ફળ ગયા. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. બા સગી દીકરી મરી ગઈ હોય તેમ રડી. તે દિવસે ખાધું પણ નહિ.
બોડી ગાય અમારા કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી હોય તેમ કસોટીના સમયમાં એ જ અમારો સહારો બની હતી. ક્યાંયે હાથ લાંબો કરવાની વેળા બાને એણે નહોતી આવવા દીધી. એનું કાર્ય પૂરું કરી એ ગઈ, તે જ વર્ષે અમારો કૉલેજનો અભ્યાસ પૂરો થયો; મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત! બાએ બોડીને ચાંલ્લો કર્યો. ફૂલચોખા ચડાવી, ભીની આંખે પ્રણામ કર્યા. બાપુની જૂની વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને દટાવી. એ પીપળો આજે 'બોડી પીપળો' તરીકે ઓળખાય છે. વટસાવિત્રીને દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે. બોડી ગાયનું સંભારણું એ રીતે આજે પણ કાયમ છે!

સમજૂતી: કોઈ ઝેરી જાનવર કરડવાથી ગાયનું મૃત્યુ થાય છે. ગાય જાણે કોઈ ઋણ ચૂકવવા આવી હોય તેમ કુટુંબની કપરી કસોટી પૂરી થતાં જ તેણે વિદાય લીધી. બાએ તેને વાડીમાં પીપળા નીચે દફનાવી. આજે તે પીપળો 'બોડી પીપળો' કહેવાય છે અને સ્ત્રીઓ તેનું પૂજન કરી ગાયનું સ્મરણ જાળવી રાખે છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- બોડી ગાયનું મૃત્યુ કઈ રીતે થયું? જવાબ: કોઈ ઝેરી જાનવર કરડવાથી.
- ગાયના મૃત્યુ પર બા કેવી રીતે રડી? જવાબ: પોતાની સગી દીકરી મરી ગઈ હોય તેમ રડી અને તે દિવસે જમી પણ નહિ.
- બોડી ગાયનું કાર્ય પૂરું થયું ત્યારે કયો અકસ્માત બન્યો? જવાબ: તે જ વર્ષે લેખકનો કૉલેજનો અભ્યાસ પૂરો થયો અને નોકરી મળી ગઈ.
- બાએ બોડીને ક્યાં દટાવી? જવાબ: બાપુની જૂની વાડીમાં એક પીપળા નીચે ખાડો ખોદાવીને.
- આજે તે પીપળો કયા નામે ઓળખાય છે? જવાબ: 'બોડી પીપળો'.
LO 2.4 ભાવાત્મક અભિવ્યક્તિનો શાબ્દિક પ્રતિભાવ આપે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો