Types of Sentences in English Grammar (Gujarati Meaning & Quiz)
Types of Sentences & Structures
વાક્યના પ્રકારો અને તેની રચનાઓ (અંગ્રેજી ગ્રામર)
🔊 સૂચના: કોઈપણ ઉદાહરણના અંગ્રેજી વાક્ય પર ક્લિક કરો અને તેનો સાચો ઉચ્ચાર સાંભળો.
What is a Sentence?
Words નો એવો Group જે Complete Meaning (પૂરો અર્થ) આપે છે, તેને Sentence કહેવાય છે.
✅ I study every day. (અર્થ પૂરો છે)
❌ Because I was late. (અર્થ અધૂરો છે, "તો શું થયું?")
🔥 Memory Trick (A-I-I-E)
પહેલા Sentence વાંચો, પછી ખુદને પૂછો:
1 → શું તે Information આપે છે? = Assertive
2 → શું તે Question પૂછે છે? = Interrogative
3 → શું તે Command/Request છે? = Imperative
4 → શું તેમાં Strong Emotion છે? = Exclamatory
Part 1: 4 Types of Sentences (Meaning ના આધારે)
1. Assertive Sentence 📖
જે વાક્ય માત્ર માહિતી (Information) આપે છે, તેને Assertive અથવા Statement કહેવાય છે.
(સાચું / સત્ય / હકીકત જણાવે છે)
(સાચું / સત્ય / હકીકત જણાવે છે)
✅ Affirmative (હકાર)
❌ Negative (નકાર)
- I study every day. → હું રોજ ભણું છું. (હકાર)
- Delhi is the capital of India. → દિલ્હી ભારતની રાજધાની છે. (હકીકત)
- We do not play cricket. → અમે ક્રિકેટ રમતા નથી. (નકાર)
💡 છેલ્લે હંમેશા Full Stop (.) આવે છે.
2. Interrogative Sentence ❓
જે વાક્ય પ્રશ્ન (Question) પૂછે છે, તેને Interrogative Sentence કહેવાય છે.
(તેની શરૂઆત Wh Words અથવા Helping Verbs થી થાય છે)
(તેની શરૂઆત Wh Words અથવા Helping Verbs થી થાય છે)
Starts with:
Wh Words: Who, What, When, Where, Why, Which, Whose, Whom, How
Helping Verbs: Is, Am, Are, Do, Does, Did, Can, Will, Should
Wh Words: Who, What, When, Where, Why, Which, Whose, Whom, How
Helping Verbs: Is, Am, Are, Do, Does, Did, Can, Will, Should
- Where do you live? → તમે ક્યાં રહો છો? (Wh-word)
- Are you ready? → શું તમે તૈયાર છો? (Helping verb)
- Why are you late? → તમે કેમ મોડા છો?
💡 છેલ્લે હંમેશા Question Mark (?) આવે છે.
3. Imperative Sentence ✋
જે વાક્ય આદેશ (Command), વિનંતી (Request), સલાહ (Advice) કે પરવાનગી (Permission) આપે છે.
અહીં કર્તા (Subject - You) છુપાયેલો હોય છે. વાક્ય સીધું Verb થી શરૂ થાય છે. (દા.ત. Sit down = You sit down).
- Close the door. → દરવાજો બંધ કરો. (Command)
- Please help me. → મહેરબાની કરીને મને મદદ કરો. (Request)
- Take care. → ધ્યાન રાખજો. (Advice)
- Don't waste time. → સમય બગાડો નહીં. (Suggestion)
💡 આ વાક્યો ટૂંકા (Short), સ્પષ્ટ (Clear) અને Direct હોય છે.
4. Exclamatory Sentence 😲
જે વાક્ય તીવ્ર લાગણીઓ (Strong Emotion) દર્શાવે છે.
(જેમ કે: આશ્ચર્ય, ખુશી, ઉદાસી, ગુસ્સો, ડર).
(જેમ કે: આશ્ચર્ય, ખુશી, ઉદાસી, ગુસ્સો, ડર).
- Wow! → વાહ! (આશ્ચર્ય)
- What a beautiful flower! → કેટલું સુંદર ફૂલ છે! (ખુશી / આશ્ચર્ય)
- How smart he is! → તે કેટલો હોશિયાર છે!
- Alas! He is dead. → અરેરે! તે મૃત્યુ પામ્યો. (દુઃખ)
💡 છેલ્લે હંમેશા Exclamation Mark (!) આવે છે.
Part 2: 3 Types of Sentences (Structure ના આધારે)
🔥 સૌથી આસાન Formula
(Main Clause = પૂરો અર્થ આપતું વાક્ય, Dependent Clause = અધૂરો અર્થ આપતું વાક્ય)
1. Simple → 1 Main Clause (એક જ હીરો / એક જ પૂરો વિચાર)
2. Compound → 1 Main + 1 Main (બે હીરો બરાબર - FANBOYS થી જોડાયેલા)
3. Complex → 1 Main + 1 Dependent (એક હીરો અને એક હેલ્પર)
1. Simple Sentence 🦸♂️
જેમાં માત્ર એક જ Main Clause હોય. (એક જ Complete Idea આપે).
- I eat fruits. → હું ફળો ખાઉં છું. (પૂરો અર્થ છે)
2. Compound Sentence 🤝
જેમાં બે બરાબરના (Main Clauses) વાક્યો જોડાયેલા હોય.
Connectors (FANBOYS):
For, And, Nor, But, Or, Yet, So
For, And, Nor, But, Or, Yet, So
- I studied hard, and I passed. → બંને વાક્યો એકલા પૂરો અર્થ આપે છે.
- I was tired, but I finished my work. → Connector હટાવો તો પણ બંને વાક્યો પૂરા છે.
3. Complex Sentence 🔗
જેમાં એક Main Clause અને એક Dependent Clause જોડાયેલા હોય. (એક પૂરું વાક્ય, બીજું અધૂરું વાક્ય).
Keywords:
because, although, since, if, unless, when, while, after, before, as soon as, who, which, that
because, although, since, if, unless, when, while, after, before, as soon as, who, which, that
- I stayed home because it was raining. → 'because it was raining' એકલું બોલાય તો અધૂરું લાગે છે.
- I eat fruits because they are healthy. → 1 Main Clause + 1 Dependent Clause
🎯 Types of Sentences Quiz (10 Marks)
નીચે આપેલા વાક્યોનો સાચો પ્રકાર ઓળખો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો